37 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી: વનવિભાગે ભિલોડા પંથકમાંથી લાકડા ભરેલ ટ્રક પકડી પાડી, વિરપ્પનો બેફામ…!!


ભિલોડા વન વિભાગ ધ્વારા લીલા લીમડાના લાકડા ભરેલી ઓવરલોડ ટ્રક ઝડપાઈ દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ
વૃક્ષ છેદન કરતા ઈસમોમાં ભારે ફફડાટ ફેલાયો.

Advertisement

Advertisement

વૃક્ષ છેદન પ્રવૃત્તિ કરતા બે – નંબરીયા ઈસમો દિન – પ્રતિ – દિન ખાતમો બોલાવી રહ્યા છે.પ્રકૃતી પ્રેમીઓ ચિંતાતુર છે.લીલા ધટાદાર વૃક્ષોનું નિકંદન પ્રવૃત્તિ દરમિયાન ઠેર – ઠેર અનેક વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. શિયાળાની ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થયોને લીલા લાકડાઓની ચોરીઓનો ઉપદ્રવ વધ્યો છે.અરવલ્લી જીલ્લાના ભિલોડા વન વિભાગના અધિકારીઓએ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ હાથ ધરતા લીમડાના લીલા લાકડા ભરેલી પાસ પરમીટ વગરની ટ્રક ઝડપી લીધી હતી.દંડનીય કાર્યવાહી હાથ કરાઈ હતી.લીલા લાકડાઓની ચોરી કરીને બે – નંબરીયો ધીકતો ધંધો કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Advertisement

Advertisement

ભિલોડા વન વિભાગ ફોરેસ્ટર પી.બી.ભાટી,વન રક્ષક વાંકાનેર પ્રદિપસિંહ રહેવર સહિત વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે,ટાટા ટ્રક નંબર R.J. 27. GA. 5529 માં પાસ પરમીટ વિના બેરોકટોક રીતે કાયદાની ઐસી કી તૈસી કરીને રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ વિસ્તારમાંથી ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લાના ખેરાલુ તરફ સો – મીલ ખાતે લઈને જતા હતા.ભિલોડા તાલુકાના રીંટોડા ગામ પાસે વન વિભાગના અધિકારીઓએ રાત્રી દરમિયાન ટ્રક ઝડપી ભિલોડા વન વિભાગના ગંભીપુરા ડેપો ખાતે ઓવરલોડ લીલા લાકડા ભરેલી ટ્રક ડિટેન કરી દેવાઈ હતી.ટ્રક માલીકને ₹. ૨૦,૦૦૦/- નો દંડ ફટકારી અને વન વિભાગના અધિકારીએ કાયદેસરની ન્યાયિક તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!