27.5 C
Gujarat
Monday, August 10, 2026
Home ધર્મ / જ્યોતિષ ભિલોડાના વાંકાનેરમાં શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

ભિલોડાના વાંકાનેરમાં શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

0
193

નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયાલાલ કી જય…અરવલ્લી જિલ્લાના ભિલોડાના વાંકાનેર ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહના ચોથા દિને શ્રી કૃષ્ણ જન્મોત્સવનો ધાર્મિક કાર્યક્રમ ભકિતભાવ પુર્વક યોજાયો, હજ્જારો શ્રોતાઓ ઝુમી ઉઠયા

શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ (શામળાજી) શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) સમાજ / પંચ ધ્વારા સંચાલિત ભિલોડા તાલુકાના વાંકાનેર ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો ધાર્મિક કાર્યક્રમમાં ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર યોજાયો હતો. પરમ પુજય સંત શિરોમણી શ્રી શ્યામસુંદરદાસ મહારાજ (વસાઈ) વાળા હજ્જારો શ્રોતાઓને ભકિતભાવ પુર્વક ભક્તિમય રસપાન કરાવતા હજ્જારો શ્રોતાઓ તલ્લીન બન્યા છે.દાનવીર દાતાઓએ દાનની સરવાણી વહેડાવી છે.શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ,શામળાજીના ટ્રસ્ટીઓ,દાતા પરીવારો,જ્ઞાતિજનો,વાંકાનેર ગ્રામજનો ધ્વારા સુંદર સુવિધાસભર વ્યવસ્થા કરાઈ છે.શ્રીમદ્ ભાગવત કથા / જ્ઞાનયજ્ઞ સપ્તાહ દરમિયાન હજ્જારો ભક્તો મહાપ્રસાદીનો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!