30 C
Ahmedabad
Friday, May 10, 2024

AAP ના યુવા નેતા યુવરાજસિંહ નહીં લડે ચૂંટણી, જાણો કેવી જવાબદારી સોંપાઈ


વિધાનસભાની ચૂંટણીને લઇને ત્રણેય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરી દેવાયો છે, ચૂંટણી પ્રચારમાં ભાજપ-કોંગ્રેસ-આપ પણ જોડાઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ હજુ એકપણ ઉમેદવારની જાહેરાત કરી નથી તો આમ આદમી પાર્ટીએ 12મી યાદી જાહેર કરી છે, જેમાં દહેગામથી સુહા પંચાલના નામની જાહેરત કરાઈ છે, આ પહેલા દહેગામ બેઠક પરથી આપ ના ઉમેદવાર તરીકે યુવરાજસિંહ જાડેજાનું નામ જાહેર કરાયું હતું જોકે, હવે યુવરાજસિંહને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

યુવરાજસિંહએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પાર્ટીએ તેમને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રચાર પ્રસારની જવાબદારી સોંપી છે અને તેઓ આ કામગીરીમાં લાગી ગયા છે. આ સાથે જ તેમણે એમપણ કહ્યું કે, મને ચૂંટણી લડવા કરતા પણ વધારે મહત્વપૂર્ણ કામ સોંપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ તો તેમણે સારૂ કામ સોંપવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે પણ ખરેખર કયા કારણોસર આટલો મોટો ફેરફાર થયો છે તે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!