27 C
Ahmedabad
Monday, May 29, 2023

માલપુર અણીયોર દારૂ પ્રકરણમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલના કોર્ટે આગોતરા જામીન ના મંજુર કર્યો


પ્રોહિબિશનના કેસમાં રાજેન્દ્ર પટેલને જામીન મળે તો પોલીસ તપાસમાં અસર થવાની સરકારી વકીલની દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખી
સેશન્સ કોર્ટે આગોતરા જામીન ના મંજુર કરતા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ હાઇકોર્ટમાં ધા નાખવા તજવીજ હાથ ધરી
જીલ્લા ભાજપ પ્રમુખ પ્રોહોબિશનના ગુન્હામાં સંડોવણી બહાર આવતા વિજેતા ઉમેદવારોના જશ્નમાં સામેલ થવાને બદલે છુપાતા ફરવાનો વારો

Advertisement

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના અણીયોર ચોકડી નજીક 4 ડિસેમ્બરે યુવાનોએ દારૂ ભરેલી સ્કોર્પિઓ ગાડી પકડાયાના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં ભાજપની ટોપી પહેરી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સ્કોર્પિઓ અટકાવનાર યુવાનોને છોડી દેવા આજીજી કરતા જોવા મળ્યા હતા ભારે હોબાળો થતા માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી દારૂ ભરેલી સ્કોર્પિઓ ગાડી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી જેમાં અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધાવમા આવ્યો હતો સમગ્ર ઘટનાની ગંભીરતા સમજી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે એલસીબીને તપાસ સોંપતા જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલની સંડોવણી બહાર આવતા તેમની સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

Advertisement

માલપુર પોલીસ સ્ટેશનમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે ગુન્હો નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ધરપકડથી બચવા મોડાસા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા સરકારી વકીલ ડી.એસ પટેલે જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ દારૂ ભરેલી સ્કોર્પિઓ ગાડીનું પાયલોટિંગ કરી રહ્યો હોવાની સાથે દારૂની હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા આરોપીને જામીન મળે તો પોલીસ તપાસમાં અવરોધ પેદા થવાની ધારદાર રજુઆત કરતા કોર્ટ રાજેન્દ્ર પટેલના આગોતરા જામીન ના મંજુરનો આદેશ કરતા કોર્ટમાં સન્નાટો વ્યાપ્યો હતો

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલને સેશન કોર્ટે આગોતરા જામીન ના મંજુર કરતા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવા તજવીજ હાથધરી છે પોલીસ પકડથી બચવા હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે સમગ્ર જીલ્લામાં રાજેન્દ્ર પટેલને હાઇકોર્ટમાંથી જામીન મળશે કે નહીં તે અંગેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે તેમના સમર્થકો ભારે નિરાશા જોવા મળી હતી બીજીબાજુ તેમના સ્થાનિક સંગઠનમાં રહેલા રાજકીય હરીફો મંદ મંદ મુશ્કુરાઈ રહ્યા છે

Advertisement

વાંચો અત્યાર સુધી અણીયોર દારૂ કાંડ પ્રકરણનો ઘટનાક્રમ
ચૂંટણીમાં દારૂની રેલમછેલ થતી હોવાનું જગજાહેર છે ચૂંટણી જીતવા ઉમેદવારો ટેકેદારોના સહારે મતદારોને રીઝવવા દારૂની લ્હાણી કરતા હોય છે.માલપુર અણીયોર ચોકડી નજીક યુવાનોએ દારૂ ભરેલી કાળા કલરની સ્કોર્પિઓ ઝડપી પાડી સોશ્યલ મીડિયામાં ત્રણ ચાર વિડીયો વાયરલ કર્યા હતા દારૂ ભરેલી સ્કોર્પિઓ જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ મૂકી ફરાર થયો હોવા સહીત સ્કોર્પિઓનું પાયલોટિંગ કરતા આક્ષેપ પણ થયા હતા જ્યારે એક વીડિયોમાં જીલ્લા પ્રમુખ સ્કોર્પિઓ નજીક એક યુવાનને આવું ન કર કહી આજીજી કરતો વાયરલ થયો હતો ત્યારે દાદાગીરીની મુદ્રામાં હંમેશા જોવા મળતા જીલ્લા પ્રમુખે આજીજી કેમ કરવી પડીની ચર્ચાએ જોર પકડ્યું હતું

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે મતદાનના ગણતરીના કલાકો પહેલા અણીયોર ચોકડી નજીક દારૂ ભરેલી સ્કોર્પીયોને યુવાનોએ અટકાવતા જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ દારૂ ભરેલી સ્કોર્પિઓ છોડાવવા યુવક સાથે રકઝક કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા DYSP કે.જે.ચૌધરીને તાબડતોડ માલપુર પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા સમગ્ર ઘટનાની તપાસ જીલ્લા LCB PI કે.ડી.ગોહીલને સોંપી દારૂની હેરાફેરીમાં સંડોવણી હોય તેવા તમામ શખ્સો સામે ગુન્હો નોંધવા તાકીદ કરતા જીલ્લા એલસીબી પોલીસે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ (રહે,મોડાસા)અને રામચંદ અરજણ ડામોર(રહે,અગાટીયા-ગાજણ,માલપુર)ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લા એલસીબી પોલીસે સ્કોર્પિઓ ચાલક, માલિક તથા દારૂની હેરાફેરીમાં સંડોવયેલ શખ્શોની ઉંડાણપૂર્વક તપાસ હાથધરાતા અનેક રાજકીય નેતાઓને પગ તળે રેલો આવે તો નવાઈ નહીં..??

Advertisement

Advertisement

માલપુર પોલીસે અણીયોર ચોકડી નજીક દારૂ ભરેલી સ્કોર્પિઓ ગાડી જપ્ત કરી 87 હજારથી વધુના દારૂ સાથે અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને દારૂ ભરેલી સ્કોર્પિઓ જીપ અટકાવનાર યુવાનો અને વીડિયોમાં દેખાતા લોકોની સઘન પૂછપરછ કરતા દારૂ ભરેલી સ્કોર્પિઓ ગાડીની હેરાફેરીમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આખરે માલપુર પોલીસે રાજેન્દ્ર પટેલ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

શું હતો સમગ્ર ઘટનાક્રમ વાંચો
અણીયોર ચોકડી નજીક દારૂ ભરેલી કાર યુવાનોએ ઝડપી લીધા પછી ત્રુટક ત્રુટક ત્રણ થી વધુ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં દારૂ ભરેલી સ્કોર્પિઓ નજીક ભાજપની ટોપી પહેરી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ પહોંચી કાર અટકાવનાર યુવકને ધમકી ભર્યા સૂરમાં એ આવું ના કર…ના કર કહીં રહ્યા હોવાની સાથે યુવકને દૂર હડસેલી રહ્યા છે ત્યારે અન્ય યુવકો આ અંગેનો વિડીયો ઉતારી રહ્યો હોવાની જાણ થતા પ્રમુખને તેમની ફિલ્મ ઉતરી જતા ત્યાંથી ચાલતી પકડતા જીવના જોખમે ચૂંટણીમાં દારૂની રેલમછેલ અટકાવનાર યુવક જોર થી જીલ્લા પ્રમુખ રાજુ કહી બિભસ્ત ગાળ બોલી ભાજપ અંગે કઈ કહીં રહ્યો હતા

Advertisement

અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલનો દારૂ ભરેલી ગાડી પાસે યુવકને આજીજી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પ્રમુખને કેમ યુવક સામે આજીજી કરવી પડીની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે દારૂની હેરાફેરીમાં નામ ખુલતા પ્રમુખ અને તેમના બચાવમાં ઉતરેલા લોકો અને સોશ્યલ મીડિયામાં પ્રમુખની સ્વચ્છ છબીને બદનામ કરવાનો પ્રયત્ન કરતી ટીમ સામે કોઠીમાં મોઢું સંતાડી રોવાનો વારો આવ્યો છે

Advertisement

ભાજપ નેતાનું દારુની કારને પાયલોટિંગ કરતા હોવાના ગંભીર આક્ષેપ સાચા સાબિત થયા
ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઈને ગુજરાતની તમા બોર્ડર પર પોલીસ અને તંત્રની ચાંપતી નજર છે. બીજી બાજુ સ્થાનીક બુટલેગર અને તેમના નેટવર્ક પર પોલીસની સતત નજર હોવાનું જાહેર કરાય છે. છતા ગુજરાતમાં ચૂંટણી દરમિયાન આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો લઈ કેવી રીતે કારમાં અવરજવર થઈ શકે? તે પ્રશ્ન ઊભો થયો છે. આ દારુ ભરેલી કારને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પાયલોટિંગ આપતા હોવાનો આરોપ અહીંના લોકો લગાવી રહ્યા છે. બાબતની ભારે ચકચાર મચી જતા માલપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે. દારુ ભાજપનો હોવાના અને મતદારોને આપવા લાવ્યા હોવાના ગંભીર આરોપો લગાવાઈ રહ્યા હતા ત્યારે લોકોના આક્ષેપ સાચા સાબિત થયા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!