ભિલોડાના ખેડૂત અરુણભાઈનો નવતર અભિગમ પ્રાકૃતિક ખેતીનો પ્રતાપ -પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆતથી જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટૂંકા ના પ્રગતિશીલ ખેડૂત અરુણભાઈ ગોકળભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી છ એકર માંથી વાર્ષિક 3 .70 લાખ જેવો નફો કમાતા થયા.અરુણભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત માટે તેમને આત્મા પ્રોજેક્ટ દ્વારા અલગ અલગ જગ્યાએ મોકલી સુભાષ પાલેકરની શિબિરોમાં ભાગ લેવડાવ્યો.આત્મા યોજના અંતર્ગત માર્ગદર્શન મેળવી ને ગાય આધારિત ખેતીનો સંકલ્પ લીધો હતો.
રાસાયણિક ખેતી જમીનમાં રહેલ સુક્ષ્મજીવો,અળસીયા અને ઓર્ગેનિક કાર્બન ઓછો થાય છે જેના કારણે કઠણ થઈ અને પાણી શોધવાની ક્ષમતા ઘટી ગઈ છે.ખાતરો ,દવાઓ નો ખર્ચ પણ વધુ થાય છે રોગ વધારે થાય છે.
તેમને જણાવ્યું કે આત્મા પ્રોજેક્ટ માં જોડાયા પછી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી ખર્ચ થાયછે અને નફો વધારે મળે છે સૌથી મોટી વાત તો એકે પાણીની બચત થવા માંડી છે અને પાકના ભાવો પણ ઉંચા મળે છે .
અરુણભાઈ વધુમાં જણાવે છે કે હાલ માં તેમને શેરડી,ઘઉં તુવેર ,ચણા જેવા પાકોનું વાવેતર કરેલ છે એને જેમાં તુવેર ચણા ની મિશ્ર પાક પણ કરેલ છે . અરુણભાઈ પાસે 10 થી વધારે દેશી ગાયો છે જેના ગૌમૂત્ર અને છાણ થી જીવામૃત ,બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિમસ્ત્ર,દર્શપની અર્ક પાકમાં ઉપયોગ કરવાથી નફો વધારે મળે છે ખર્ચ ઘટે છે.
અરુણભાઈ છેલ્લા 1 વર્ષથી શેરડીનો રસ કાઢવાનું મશીન લાવેલા છે અને તેઓ ખેતરમાં માંથી શેરડી લાવી તેનો મશીન ચલાવીને રસ કાઢીને પ્રાકૃતિક રસનું વેચાણ કરે છે તેમને શેરડીના રસ માં પણ સારો નફો મેળવ્યો છે અને અરુણભાઈ ના ત્યાં અલગ અલગ વિભાગના અધિકારીઓ , 650 થી પણ વધારે ખેડૂતો તેમના ફાર્મ ની મુલાકાત લિધીલ છે . અરુણભાઈ ભિલોડા તાલુકામાં 760 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની તાલીમ આપેલ છે .