અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બાળકોને પોલિયો સામે રક્ષણ મળી રહે તે માટે માલપુર તાલુકા આરોગ્ય અધિકારી જગદીશ પ્રણામી ના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશ કરવામાં આવ્યું હતું.
માલપુર તાલુકાના 3 પ્રા.આ. કેન્દ્ર ખાતેના 17 સબ સેન્ટર ખાતે મમતા દિવસનું આયોજન કરવામાં આવેલ હતું અને સરકાર મારફતે બાળકોના સાર્વત્રિક રસીકરણમાં પોલીઓના રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પહેલી જાન્યુઆરીથી fIPV રસી માટે 9 મહિને ત્રીજો ડોઝ શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત આજ રોજ આયોજન થયેલ મમતા સેસનમાં કુલ 27 બાળકોને FIPV ના ત્રીજો ડોઝથી રસીકરણ કરવામાં આવેલ છે