ખેડબ્રહ્મા વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા કોંગ્રેસ તરફી વધુ મતદાન કરનાર પ્રથમ સ્થાને આવેલ ત્રણ ગામો વણધોલ,વિજયનગર અને વણજ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કોંગ્રેસના આ ધારાસભ્યએ ચૂંટણી પ્રચાર દરમિયાન વધુ મતદાન કરનાર પ્રથમ ત્રણ ગામોને પ્રોત્સાહિત કરવા જાહેર કર્યા મુજબ આજે આ ત્રણેય ગામોના બુથ ઉપર જઈને મતદારોને મળીને આભાર વ્યક્ત કરીને ઊંચું મતદાન કરીને પ્રથમ આવનાર વણધોલ ગામને રૂ..21000,બીજા ક્રમે વિજયનગરને.15000 અને ત્રીજા ક્રમે આવનાર વણજ ગામને રૂ. 11000ની રકમ પ્રોત્સાહિનરૂપે આજરોજ વિતરણ કરવામાં આવી હતી.