30 C
Ahmedabad
Friday, April 26, 2024

લૂંટ ચલાવતી નવી ગેંગ મોટી થતાં પહેલા જ LCB એ દબોચી, શામળાજી નજીક 2.59 લાખની ચલાવી હતી લૂંટ


અરવલ્લી જિલ્લામાં ક્રાઈમ રેશિય સતત વધી રહ્યો છે આ વચ્ચે આરોપીઓને ઝડપી પાડવામાં પોલિસને સતત સફળતા મળી રહી છે. રાજસ્થાન આંતરરાજ્ય સીમા નજીક અંતરિયાળ વિસ્તારમાં શામળાજીની એક ખાનગી ફાયનાન્સ પેઢીના બે કર્મચારીઓ સાથે થયેલી લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડી છે, નવી ગેંગના ચાર ઈસમને પોલિસે ઝડપી પાડી રોકડ સહિતનો મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મળી છે.

Advertisement

Advertisement

મોટી ગેંગ બનવાની ફિરાકમાં લૂંટની ઘટના
અરવલ્લી જિલ્લા ડીવાયએસપી કચેરી ખાતે નાયબ પોલિસ વડા કે.જે.ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લૂંટારીઓ નવા હતા અને મોટી ગેંગ બનાવવાની ફિરાકમાં હતા, જોકે પોલિસે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધુ છે અને નવી ગેંગ જુની થતાં પહેલા જ દહોચી લીધી હતી.

Advertisement

નેશનલ હાઈવે નંબર 8 પર શામળાજી નજીક અંતરિયાળ વિસ્તારમાં 9-12-2022 ના રોજ ખાનગી ફાયનાન્સ કંપનાના બે કર્મચારી સાથે અજાણ્યા ઈસોમોએ લૂંટ લાવીને રૂપિયા 2,59,000 રૂપિયા લઇને કેટલાક ઇસમો ભાગી ગયા હચા. આરોપીઓએ ખાનગી ફાયનાન્સ કંરનાના કર્મચારીઓ જાબચિતરાના બોબીમાતાજી મંદિર તરફ આવતા હોવાની બાતમી મળી હતી ત્યારે આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટ બાદ શામળાજી પોલિસ મથકે આઈપીસી કલમ 341, 392, 394 મુજબ ગુનો નોંધાયો હતો, જેની તપાસ એલ.સી.બી. ને સોંપાવમાંં આવતા પોલિસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Advertisement

અરવલ્લી જિલ્લા એલ.સી.બી. ની ટીમ શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે, શામળાજી નજીક ફાયનાન્સ કંપનીના કર્મચારી સાથે લૂંટ ચલાવનાર આરોપી નંબર પ્લેટ વિનાની બાઈક લઇને જાબચિતરિયા રોડ પર આવવાના છે જે હકીકતના આધારે એલ.સી.બી. ની ટીમે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લા એલ.સી.બી. ની ટીમે (1) નિવાસ બંસીલાલ કાલુલા અહારી, (2) અરવિંદ રમેશભાઈ હાજાભાઈ ખરાડી રહે. જાયરા ડોલીફલા, તા. નયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન, (3) મનોજ જીવાલા ખોમા ભગોરા, રહે. ધમોદ, તા. વીછીંવાડા, જી. ડુંગરપુર, રાજસ્થાન (4) લિલત રમણલાલ કાવાભાઈ ડામોર, રહે. જાંબુડી, તા. વીછીંવાડા, જી. ડુંગરપુર, રાજસ્થાન મળી કુલ 4 આરોપીઓને ઝડપી પાડીને રૂપિયા 1,02,000 રોકડ, મોબાઈલ ફોન – 4 નંગ, 1 મોટર સાયકલ મળી કુલ 1,92,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!