અરવલ્લી જિલ્લાની શાળાના કમ્પાઉન્ડમાં ચાલતા આંગણવાડી કેન્દ્ર ની પ્રાથમિક શાળાના પ્રજ્ઞા ક્લાસીસની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકો અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો વચ્ચે ભાગીદારી વિકસાવવાના આયોજન તેમજ આંગણવાડીના બાળકોની શાળાના બાળકો સાથેની સહભાગીતા અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને તે હેતુસર શાળાકીય શિક્ષણની પૂર્વ તૈયારી માટે આંગણવાડીના બાળકોને પ્રાથમિક શાળામાં ચાલતા પ્રજ્ઞા ક્લાસની મુલાકાતે લઈ જવામાં આવ્યા. આંગણવાડીના બાળકો એ પ્રાથમિક શાળાના બાળકો સાથે જુદી જુદી રમત રમી, બાળગીતો ગાયા, અભિનય ગીતો કર્યા અને બાળવાર્તા જેવી જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.