35 C
Ahmedabad
Friday, April 26, 2024

સેલમ હળદર સહિત કાકડી નું વાવેતર કરી ખેતીક્ષેત્રે મબલક આવક કરતા ખેડૂતો


15 થી 20 એકરમાં ગ્રીન હાઉસ બનાવી ખીરા કાકડી અને 100 વીઘામાં હળદર
ટામેટાનું વાવેતર કરીને શિવરાજપુરા કંપાના ખેડૂત ભાઈઓ, મેળવે છે મબલખ પાક અને આવક

અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂત હરેશભાઈ નરસિંહભાઇ પટેલ તેમજ તેમની સાથે અન્ય 10 ભાઈઓ ગુજરાત સરકારના સાથ સહકારથી હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે, 100 વીઘામાં છેલ્લા 2 વર્ષથી હળદર અને 20 એકરમાં ખીરા કાકડીની ખેતી કરીને ખૂબ સારી આવક મેળવી રહ્યાં છે.
ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં ખેતીક્ષેત્રે વધુ વિવિધતા છે. ખાસ કરીને બાગાયતી પાકો તથા શાકભાજી પાકોના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શાકભાજી પાકો પૈકી વેલાવાળા શાકભાજી પાકોનો એક મોટો વર્ગ છે. અન્ય પાકોની સરખામણીમાં વેલાવાળા શાકભાજી પાકોમાં 5 થી 8 ગણું વધું ઉત્પાદન મળે છે.

Advertisement

Advertisement

ગ્રીનહાઉસમાં ખીરા કાકડીનું વાવેતર
ખેતી માટે પ્લાનિંગ ખૂબ જ મહત્ત્વની બાબત બની રહે છે, ત્યારે ગ્રીનહાઉસની ખેતી હેઠળ ખીરા કાકડીની ખેતીમાં સફળતા મેળવી છે. અરવલ્લીના મેઘરજના શિવરાજપુર કંપાના હરેશભાઇ પટેલે 5 વર્ષ પહેલા સૌ પ્રથમ ગ્રીનહાઉસ બનાવીને મબલક ઉત્પાદન રહેતાં બીજા વર્ષે હાલમાં કુલ 20 એકરના ગ્રીનહાઉસમાં તેમણે ખીરા કાકડીનું વાવેતર કર્યું છે. ગ્રીનહાઉસમાં તેઓ વર્ષેમાં એક સીઝનમાં 1 એકરે 25 ટન ખીરા કાકડીનો પાક મેળવે છે.

Advertisement

હળદરની ખેતી
હરેશભાઇ પટેલ અને તેમના ભાઈઓ રસોઈની રાણી એવી સેલમ હળદરની ખેતી પણ કરે છે. કુદરતી એન્ટિબાયોટિક ગુણ ધરાવતી હળદરનો ઉપયોગ ભોજનમાં અચૂક થાય છે. સેલમ હળદરના મૂલ્યને કચ્છના સાહસિક ખેડૂતોએ પારખીને વાવેતરથી વેચાણ સુધીના આયામ આદરી દીધા છે. ખેડૂતના ચોપડે હળદર એક મહત્ત્વપૂર્ણ મસાલા પાક છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના ખેડૂતો જાતે જ આત્મનિર્ભર બનીને વધુ આવક રળી શકે ઉપરાંત ગામમાં રોજગારી પણ આપી શકે છે.રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડે છે.ગુજરાત રાજ્ય સરકાર તરફથી મળતા લાભ મેળવીને ખેડૂત સફળતા મેળવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!