31 C
Ahmedabad
Thursday, March 28, 2024

અધીર રંજને લખ્યો લોકસભા સ્પીકરને પત્ર, ‘સ્પીકર જી, મારી સીટ પાસેનું માઈક ત્રણ દિવસથી બંધ છે’


બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. અનુમાન મુજબ આ સત્ર પણ ખૂબ જ હોબાળાભર્યું રહેવાનું છે. વિપક્ષની સોય અદાણી કેસ પર અટકી છે ત્યારે શાસક પક્ષના સાંસદો લંડનમાં રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો મચાવી રહ્યા છે

Advertisement

બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. અનુમાન મુજબ આ સત્ર પણ ખૂબ જ હોબાળાભર્યું રહેવાનું છે. વિપક્ષની સોય અદાણી કેસ પર અટકી છે ત્યારે શાસક પક્ષના સાંસદો લંડનમાં રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો મચાવી રહ્યા છે. બીજેપી સાંસદો કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ વિદેશમાં ભારતનું અપમાન કર્યું છે અને તેમણે તેના માટે માફી માંગવી જોઈએ. બંને પક્ષો તેમની વાતો અને મુદ્દાઓ પરથી હટી રહી નથી.

Advertisement

‘છેલ્લા ત્રણ દિવસથી માઈક બંધ છે’
દરમિયાન, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ફરિયાદ કરી છે કે તેમની સીટ પાસેનું માઈક છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. આ કારણે તેઓ પોતાની વાત રાખી શકતા નથી. આ સાથે પત્રમાં તેમણે સરકાર પર ગૃહને કામકાજ ન થવા દેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને કહ્યું કે હું તમને બીજી વખત પત્ર લખી રહ્યો છું અને સરકાર દ્વારા ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાની ગતિવિધિઓ વિશે માહિતી આપી રહ્યો છું.

Advertisement

સરકારના મંત્રીઓ હોબાળો કરીને ગૃહની કાર્યવાહીમાં બાધા લાવી રહ્યા છે
અધીર રંજન ચૌધરીએ પોતાના પત્રમાં લખ્યું છે કે વિપક્ષને પોતાનો વિચાર રજૂ કરવાની તક પણ નથી આપવામાં આવી રહી. હું તમારી જાણમાં બીજી એક વાત લાવવા માંગુ છું કે છેલ્લા ત્રણ દિવસથી મારી સીટનું માઈક પણ બંધ છે. આ કારણે હું મારી પાર્ટીના નેતા રાહુલ ગાંધી પર લાગેલા આરોપોનો જવાબ આપી શકતો નથી. આવી સ્થિતિમાં, તમને વિનંતી છે કે વિરોધ પક્ષોના નેતાઓને તેમના વિચારો રજૂ કરવા માટે પૂરતી તક આપો. તેમણે કહ્યું કે જ્યારથી સંસદના બજેટ સત્રનો બીજો ભાગ શરૂ થયો છે, ત્યારથી સરકાર ગૃહમાં હોબાળો કરીને કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરી રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે સરકારના મંત્રીઓ સક્રિયપણે આ હોબાળાનું નેતૃત્વ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!