33 C
Ahmedabad
Sunday, May 5, 2024

આંજણા ચૌધરી સમાજના ગાંધીનગર ખાતે યોજનારા અધિવેશનને લઇને અરવલ્લીના મોડાસામાં જિલ્લાના આગેવાનોની બેઠક


ગાંધીનગરમાં આગામી 16મી એપ્રિલ.2023 ના રોજ દેશભરમાંથી આંજણા ચૌધરી આગેવાનોનું મહાધિવેશન યોજાશે
અડાલજ ખાતે યોજાનાર આ મહા અધિવેશનની તડામાર તૈયારીઓ આરંભાઈ : હજારોની મેદની ઉમટશે

Advertisement

મોડાસામાં જિલ્લાના આંજણા ચૌધરી સમાજના આગેવાનોની બેઠક એક બેઠક મંગળવારે સત્યમ વિધાલય ખાતે સમાજના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં ગાંધીનગરમાં અડાલજ ખાતે આગામી ૧૬મી એપ્રિલ.૨૦૨૩ ના રોજ દેશભરમાંથી તમામ રાજ્યોમાંથી એક જ મંચ ઉપર ઉપસ્થિત રહેનાર આંજણા ચૌધરી સમાજના આગેવાનોનું મહાઅધિવેશન યોજાઇ રહ્યું છે, જેમાં દરેક રાજ્યોમાંથી હજારો આંજણા ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેનાર હોઈ વિગતે માહિતી આપવામાં આવી હતી..

Advertisement

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા-અરવલ્લી ,મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર સહિત ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાન સહિત દેશભરના તમામ રાજ્યોમાંથી ચૌધરી સમાજના આગેવાનોનો મોટો સમુદાય અડાલજ, ગાંધીનગર ખાતે ઉમટી પડશે અને એના માટે આમંત્રણ પત્રિકાઓનું તમામ જિલ્લા,તાલુકા અને ગામેગામ વિતરણ કરવાના ભાગરૂપે યોજાતી બેઠકોના ભાગરૂપે મંગળવારે મોડાસામાં પણ સત્યમ વિધાલય ખાતે મોડાસા,મેઘરજ,બાયડ,ધનસુરા,ભિલોડા અને માલપુર સહિતના જિલ્લાના ગામોમાંથી આગેવાનોની એક બેઠક સમાજના આગ્રણી અને શેઠ શ્રી હરિભાઈ વેલજીભાઈ ચૌધરી(ચરાડાવાળા) અને અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાના અધ્યક્ષ વિરજીભાઈ ઝૂંડાલ અન્ય એગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં સમાજના સંગઠન અને મહાધિવેશન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.અને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

પ્રારંભે મોડાસામાં આખીલ આંજણા કેળવણી મંડળના આદ્યસ્થાપક હીરાભાઈ એસ.પટેલ(ધારાશાસ્ત્રી)દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વટવૃક્ષ બનવા જઇ રહેલ મોડાસા આંજણા સમાજની શૈક્ષણિક સંસ્થાઓ અને સંકુલના વિકાસ અને આવશ્યકતાઓ બાબતે પણ હીરાભાઈએ વિગતવાર માહિતી આપી હતી અને ઉપસ્થિત જિલ્લાના સૌ આગેવાનોને પણ આવકાર્યા હતા.

Advertisement

ગોરધનભાઇ પટેલ સહિત મોડાસા તાલુકાના અને જિલ્લાના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અખિલ આંજણા ચૌધરી કેળવણી મંડળ,ગાંધીનગરના પ્રમુખ
શેઠ હરિભાઈ વેલજીભાઈ ચૌધરીએ આખાય મહાધિવેશનના હેતુ અને સંગઠનના વ્યાપ ને દેશભરના રાજ્યોમાં વસતા સમાજના ભાઈઓ વિશે ખ્યાલ આપ્યો હતો અને કેટલીક ચાવીરૂપ બાબતો અંગે ઉડાણ પૂર્વક વિગતો આપી હતી.અખિલ આંજણા કે.મંડળ, ગાંધીનગરના ઉપપ્રમુખ રાણછોડભાઈ ચૌધરી, જ્યારે સાબરકાંઠા જિલ્લામાંથી સમાજના બંને જિલ્લાના સંગઠન અગ્રણી કેશુભાઈ પટેલ(મોટા કોટડા) પણ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

મોડાસા સત્યમ વિધાલય ખાતેની આ બેઠકમાં હીરાભાઇ એસ.પટેલ એડવોકેટ,ગોરધનભાઈ પટેલ, ફલજીભાઇ પટેલ,(ગોધમજી વાળા),હરેશભાઇ એન.પટેલ,નારાયણભાઇ મકનાભાઇ પટેલ, પ્રભુદાસભાઇ પી. પટેલ, રમણભાઇ પટેલ, સાયરા ,પી.એલ.પટેલ(રખિયાલ),જયંતિભાઇ ભીખાભાઇ પટેલ, કાન્તીભાઇ સોમાભાઇ પટેલ, ચીમનભાઈ આર. પટેલ, ચિરાગભાઇ પટેલ(નવી શિણોલ) પોપટભાઈ પટેલ ,બી.કે.પટેલ(ખોડંબા)સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!