મોડાસા.
ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી એમ. કે .શાહ (લાટીવા દોળા) સાયન્સ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં વિધાર્થીઓએ લાઇવ મોડેલ વર્ગખંડમાં ઉપયોગ કરી સાયન્સના ઈક્વેશન સમજાવ્યા હતા.
સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવાતા શિક્ષકદિન નિમિત્તે સાયન્સ કોલેજના વિધાર્થીઓએ ચીલાચાલુ પદ્ધતિએ નહિ પણ અપાતા વિશેષ રીતે એટલે કે લાઇવ મોડેલ જાતે બનાવીને વિધાર્થીઓએ ફીજીક્સ ના સંકુલ નિયમોથી વાકેફ કર્યા હતા.આ કાર્યક્રમમાં ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા ના ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ અને એડવાઇઝર ડડૉ સંજયભાઈ વેદીયાએ વિધાર્થીઓની પ્રશંસા કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતાં કેમ્પસ કૉ-ઓર્ડિનેટર ડૉ. સંતોષ દેવકરના માર્ગદર્શન હેઠળ સંગ્રહ કાર્યક્રમ ગોઠવાયો હતો., એચ.ઓ.ડી પ્રિયંકાબેન પટેલે કાર્યક્રમને સફળતા બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.ડૉ. અંજલીબેન ,પ્રા.ભૂમીબેન વિધાર્થીઓને તૈયાર કર્યા હતા. મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર મોદી એ સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવ્યા હતાં.
નીલ મહેતા પ્રથમ ક્રમાંકે તથા ફોરમ ફનેજા બીજી ક્રમે તથા આરતી પરમાર ત્રીજા ક્રમે પુરસ્કાર થયા. અધ્યાપકો ની સમગ્ર ટીમ ધ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું