33.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા થી રામદેવરા બાબા રામદેવ ધાર્મિક પદયાત્રાની તાડામાર તૈયારીઓ, જન્માષ્ટીએ...

અરવલ્લી : મોડાસા થી રામદેવરા બાબા રામદેવ ધાર્મિક પદયાત્રાની તાડામાર તૈયારીઓ, જન્માષ્ટીએ 111 ફૂટ ધજા સાથે 500 પદયાત્રીઓ

0
140

 

મોડાસાના બ્રહ્મલીન મહંત 108 ચંદુનાથજી યોગીની નિશ્રામાં 39 વર્ષ અગાઉ જન્માષ્ટમી પર્વના પાવન દિવસે મોડાસા થી રણુજા 800 કિમિ પ્રથમ ધાર્મિક પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રા સતત 39માં વર્ષે 500થી વધુ પદયાત્રીઓ સાથે 111 ફૂટની ધજા સાથે જન્માષ્ટમીના દિવસે મોડાસા થી પ્રશ્થાન કરશે આ પદયાત્રા સંઘ 12 દિવસમાં 800 કિમિ અંતર કાપી રામદેવરા પહોંચશે સંઘ મોડાસા થી પ્રસ્થાન કર્યા બાદ અન્ય સ્થળો પરથી વધુ પદયાત્રીઓ આ સંઘ સાથે જોડાઈ ધન્ય બનશે


મોડાસા રામદેવ મંડળ સંઘના બ્રહ્મલીન મહંત 108 ચંદુનાથજી યોગીના પુત્ર મહંત ધર્મેન્દ્રનાથજી યોગી અને મહંત જશવંતનાથજી યોગીના જણાવ્યા અનુસાર, 39મી મોડાસા થી રામદેવરા પદયાત્રાનું જન્માષ્ટમીના દિવસે મોડાસા શહેરમાંથી સંતો-મહંતો અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની અને જીલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થશે 800 કિમિ પદયાત્રામાં 500 થી વધુ પદયાત્રી ભક્તજનો 111 ફૂટની ધજા સાથે 12 દિવસ પદયાત્રા કરી ગણેશ ચતુર્થીએ અલખના ધામે રામદેવરા પહોંચી બારબીજના ધણીના ચરણે શીશ નમાવી ધન્ય બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!