38 C
Ahmedabad
Tuesday, May 7, 2024

ચક દે ઇન્ડિયા : અરવલ્લી હોકી ટીમે છેલ્લા 7 વર્ષથી વિજેતા અમદાવાદની ટીમને પેનલ્ટી શૂટ આઉટમાં હરાવી રાજ્યમાં પ્રથમ


 

Advertisement

સુરતમાં તા.1 થી 2 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત હોકી દ્વારા સ્ટેટ લેવલ સિનિયર ચેમ્પિયનશિપ હોકી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં રાજ્યભરમાંથી 15 કરતાં વધુ જિલ્લાના 180 કરતાં વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જે.બી.શાહ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના DLSS ભાઈઓની સિનિયર ટીમ દ્વારા સ્ટેટ લેવલની આ સ્પર્ધામાં છેલ્લા સાત વર્ષથી ચેમ્પિયન રહેલ અમદાવાદની હોકી ટીમને પરાજય કરીને રાજ્ય લેવલે અરવલ્લી હોકી ટીમે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ટ્રોફી અને મેડલ પોતાના નામે કર્યા હતા.

Advertisement

અરવલ્લીની ભાઈઓની ટીમે સેમી ફાઇનલમાં વડોદરા ટીમને ૨-૦ થી વિજય પ્રાપ્ત કરીને ફાઇનલમાં અરવલ્લી ટીમે પ્રવેશ કર્યો હતો અને અમદાવાદની ટીમે નવસારીને 4- 2 થી વિજય પ્રાપ્ત કરી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારે રસાકસી ભરેલી રહેલી આ હોકી સ્પર્ધામાં ફાઇનલમાં અરવલ્લી હોકી અને અમદાવાદ હોકી વચ્ચે ભારે રસાકસી ભરી હોકી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બંને ટીમોએ કુલ ગોલ ૩-૩ મેચ ડ્રો થઈ હતી. અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથારે જણાવ્યું કે પેનલ્ટી શુટઆઉટમાં અરવલ્લી હોકી ટીમ નો વિજય થયો હતો. છેલ્લા સાત વર્ષથી ચેમ્પિયન રહેલી અમદાવાદ હોકી ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર હોકી અરવલ્લીના સેક્રેટરી આશિષભાઈ ત્રિવેદી કોચ શશી દિવાકરે અરવલ્લી હોકી ટીમના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. મ.લા. ગાંધી ઉ.કે. મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર મોદી તથા માનદ મંત્રી પરેશભાઈ બી મહેતા તથા DLSS સંસ્થાના ઇન્ચાર્જ અને સંચાલક મંડળના ઉપ પ્રમુખ સુભાષભાઈ એમ શાહે અભીનંદન પાઠવ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!