અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નિરાશ્રીતો અને જરૂરિયાતમંદ પરિવારોને દિવાળી પર્વમાં મીઠાઈ વિતરણ કરતા નિરાશ્રીત લોકોના ચહેરાઓ ખુશીથી ખીલી ઉઠ્યા હતા તેમજ પોલીસ ફરજ દરમિયાન પોલીસકર્મીઓ ના પરિવારજનો અને સિનિયા સીટીઝન લોકોને દિવાળી પર્વમાં મીઠાઈ વડે મોં મીઠું કરાવી દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી અરવલ્લી પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે માનવતા વાદી અભિગમ ની સરાહના કરી હતી
દિવાળી પર્વનું હિન્દૂ ધર્મમાં અનોખું મહત્ત્વ રહેલું છે દિવાળીનું નામ સંભળાતાની સાથે અબાલ વૃદ્ધ સૌકોઈના ચહેરા પર એક સ્માઈલ આવી જતી હોય છે દિવાળીનો તહેવાર એટલે ઉમંગ,ઉલ્લાસ અને ખુશીઓના તહેવારમાં નાના-મોટા,અમીર-ગરીબ તમામ લોકો ઉજવણીમાં જોતરાતા હોય છે ત્યારે ખુશીઓના પર્વ દિવાળીને અરવલ્લી પોલીસે અનોખી રીતે ઉજવણી કરી ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે નો અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોને કરાવ્યો હતો
અરવલ્લી જીલ્લા પોલીસ ટીમ દ્વારા દિવાળી પર્વમાં નિરાશ્રિતો અને જરૂરિયાતમંદ લોકો તેમજ ઝુપડપટ્ટીમાં રહેતા નાના-મોટા સૌકોઈને મીઠાઈના પેકેટ વિતરણ કર્યા હતા જેના પગલે મીઠાઈ પ્રાપ્ત કરનાર તમામ લોકોના ચહેરા પર ખુશીની લહેરખી ખુલી ઉઠી હતી ખાખી વર્દીમાં રહેલી પોલીસને મીઠાઈ વિતરણ કરતા લોકોએ પોલીસની ભારે સરાહના કરી હતી