વિક્રમ સંવત 2080 નું નવું વર્ષ આજથી શરૂ થાય છે ત્યારે નવા વર્ષ ની ઉજવણી અલગ અલગ રીતે કરાતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના રામપુરા ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષ ની ઉજવણી કરાય છે.
વિક્રમ સંવત 2080 ની શરૂઆત થઈ ચુકી છે, મંદિરોમાં દર્શન કરી તેમજ વડીલોના આશીર્વાદ મેળવી લોકો પોતાના જીવનની નવી શરૂઆત કરતા હોય છે. દરેક ગામ હોય કે નગર કે પછી શહેર તમામ જગ્યાએ અલગ-અલગ રીતે નવા વર્ષની ઉજવણી થતી હોય છે, પણ અરવલ્લીના મોડાસા તાલુકાના રામપુર ગામે વહેલી સવાર થાય એટલે ગામના તમામ પશુઓ ગામના રામજી મંદિરે પહોંચી જાય છે, અહીં એકઠા થયેલા પશુઓ વચ્ચે ફટાકડા ફોડવામાં આવતા હોય છે અને પશુઓના સ્વાસ્થ્ય માટે વર્ષો જુની પરંપરા આજે પણ જોવા મળી રહી છે.
રામપુર ગામ માં ગોપાલક સમાજ ની વધુ વસ્તી રહે છે મોટા ભાગે ખેતી અને પશુપાલન ના વ્યવસાય કરી જીવન ગુજારો કરેછે દર બેસતા વર્ષે અનોખી પરંપરા સાથે ઉજવણી કરાય છે બેસતા વર્ષ ના દિવસે વહેલી સવારે તમામ પશુપાલક આબાલવૃદ્ધ સૌ ગામ ના ચોરે આવેલ રાધાકૃષ્ણ ના મંદિરે એકઠા થાય છે અને ભગવાન રાધાકૃષ્ણ ની આરતી કરે છે આરતી દરમિયાન ગામ ના હજારો પશુધન મંદિર આગળ એકત્રિત કરાય છે ગામ ના યુવાનો દ્વારા એ હજારો પશુધન વચ્ચે મોટા મોટા ફટાકડા ફોડે છે અને તમામ ગોપાલકો પશુઓ ને ભડકાવે છે.
આ વર્ષો થી ચાલતી પરંપરા છે કહેવાય છે કે આ રીતે પશુઓ ભડકાવી નવા વર્ષ ની ઉજવણી કરવાથી પશુઓ માં ક્યારે પણ મહામારી નો ઉપદ્રવ રહેતો નથી માણસો માં પણ ક્યારે ભેદી રોગ આવતો નથી અને ખેતી ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ થાય છે સામાન્ય રીતે પશુઓ વચ્ચે ફટાકડા ફોડી ને ભડકાવવા થી પશુઓ ભડકી ને માણસો ને ઇજા પમાંડતા હોય છે પરંતુ આ શ્રદ્ધા સાથે પશુઓ ને ભડકાવે છે છતાં આટલા વર્ષો માં ક્યારે કોઈને પણ પશુઓ એ ઇજા કરી નથી ત્યારબાદ ગામ ના ભાઈ બહેનો તમામ મંદિર આગળ એક બીજા ને ગળે મળી એકબીજા ને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપે છે આમ અનોખી પરંપરા સાથે મોડાસા ના રામપુર ગામે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવે છે