શહેરા,
પંચમહાલ જીલ્લામાં નવા વર્ષની ધુમધામથી ઉજવણી કરવામા આવી હતી.સૌ કોઈએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.સાથે સાથે સોશિયલ મિડીયા પર સાલમુબારક અને હેપી ન્યુ યરના સંદેશા સાથે શુભકામના પાઠવી હતી. શહેરાના ગ્રામીણ વિસ્તારમાં ઝાંપા કરવાની પરંપરા મુજબ ઝાંપા કરવામા આવ્યા હતા.ગ્રામીણ વિસ્તારોમાં દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી કરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લામા દિવાળીના પર્વની પણ ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. દિવાળીના તહેવારના દિવસે ફટાકડા ફોડીને તેમજ દિવડાઓ પ્રગટાવીને ઉજવણી કરવામા આવી હતી.બેસતા વર્ષના દિવસે સવારથી તાલુકા વાસીએ વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા હતા. નવા વર્ષનો પહેલો દિવસ હોઈ મંદિરે ભગવાનને પગે લાગીને નવા વર્ષની શરુઆત કરવામા આવી હતી. શહેરા પાસે આવેલા પાલીખંડાના મરુડેશ્વર મહાદેવ ખાતે લોકોએ નવા વર્ષ નિમિત્તે દર્શન કર્યા હતા.સ્નેહીજનો પણ એકબીજાને ઘરે મળીને નવા વર્ષની શુભકામના પાઠવામા આવી હતી.શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા ઝાંપા માંડવાની પરપરા ચાલી આવે છે.જેમા ઘરના આંગણે નાનકડો હોમ હવન કરવામા આવે છે. ત્યારબાદ સૌ કોઈ ભેગા મળે છે. અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે.
કહેવાય છે આ રીતે ઝાંપા કરવાથી આખુ વર્ષ સુખશાંતિમય રીતે પસાર થાય છે. શહેરાનગરમા પણ ધામધુમથી નવા વર્ષની ઉજવણી કરવામા આવી હતી.સૌકોઈ લોકો નવા કપડા પહેરી એકબીજાને ઘરે જઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.સાથે હવે જમાનો સોશિયલ મિડિયાનો છે ત્યારે તેના માધ્યમથી પણ નવા વર્ષના શુભેચ્છા સંદેશાઓ પાઠવ્યા હતા.નવા વર્ષને લઈ બજારોમાં પણ કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી.વેપારીઓ પણ વેકેશન ગાળવાના મુડમા હોઈ રાજસ્થાન,મહારાષ્ટ્ર,ગોવા જેવા રાજ્યોના ટુરીસ્ટ સ્પોટ પર વેકેશન ગાળવા જવા રવાના થયા છે.