અરવલ્લી જિલ્લો એ આરોગ્ય નગરી તરીકે જાણીતો છે, અહીં રાજસ્થાન તેમજ આસપાસના જિલ્લાઓમાંથી દર્દીઓ આવતા હોય છે આ સાથે જ મોટી સંખ્યામાં શ્રમિકો કામ અર્થે મોડાસા આવે છે ત્યારે આવા દર્દીઓ અને શ્રમિકોની ચિંતા કરીને ફક્ત બે રૂપિયાના ટોકન ચાર્જે મોડાસાની એકમાત્ર ભોજન પીરસતી સંસ્થા એટલે અન્નપૂર્ણા ટ્રસ્ટે વધુ બે સેવાકીય કાર્યોની જ્યોત પ્રગટાવી છે બે રૂપિયા ટોકન ચાર્જ એટલે લેવામાં આવે છે કે દર્દીના સગા-સંબંધી કે શ્રીમિકો મફત ટિફિન મેળવી રહ્યા હોવાની ગ્લાનિ ન અનુભવે તેવો શુભ આશય રહેલો છે
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ અન્નપૂર્ણા ટ્રસ્ટે નવીન વર્ષે જાન્યુઆરી-2024 થી શહેરના અસહાય,નિરાધાર,દિવ્યાંગ અને એકલા રહેતા લોકો માટે પ્રભુશ્રી રણછોડરાય વડીલ વંદના ભોજન વ્યવસ્થા અંતર્ગત તેમના ઘરે ઘરે ટિફિન પહોંચાડવાની અને સ્વજનના મૃત્યુ પછી તેમના પરિવારજનોને બે દિવસ તેમના ઘરે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરી અન્નપૂર્ણા ટ્રસ્ટે તેના સેવાકીય યજ્ઞમાં બે સેવા ઉમેરતા અન્નપૂર્ણા ટ્રસ્ટની સેવાઓની શહેરીજનોએ સરહાન કરી હતી