અરવલ્લી જીલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી કરી રહ્યા છે જીલ્લામાં ખેડૂતો કેપ્સિકમની ખેતી કરી મબલખ ઉત્પાદન સાથે લાખ્ખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે જીલ્લાના કેટલાક
કેટલાક વિસ્તારમાં કેપ્સીકમની ખેતી કરવામાં આવે છે. બજારમાં લાલ, લીલા કે પીળા રંગના કેપ્સીકમ ઉપલબ્ધ છે. જેની ખેતીમાં વધારે મહેનત અને ખર્ચ નથી થતો.
અરવલ્લીના ટીંટીસર ગામના ખેડૂત વિજયભાઈ પટેલ જણાવે છે કે;’કેપ્સીકમની ખેતી આખા વર્ષ દરમિયાન કરવામાં આવે તો ત્રણ પાક મેળવી શકાય છે. તેથી જ ખેડૂતો કેપ્સિકમની ખેતી કરીને સારી કમાણી કરી શકે છે. કેપ્સિકમનું વાવેતર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થાય છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કાપણી કરવામાં આવે છે. સારા ડ્રેનેજવાળી મધ્યમથી ભારે કાળી જમીન આ પાક માટે યોગ્ય છે.અમે પરંપરાગત ખેતીથી અલગ બાગાયતી પાક માટે વિચાર કર્યો અને આજે સારી કમાણી મળી રહી છે.છેલ્લા ૭-૮ વર્ષથી સિમલા મરચાંની ખેતી કરીએ છીએ અને અન્યપાક કરતા બાગાયત વિભાગ તરફથી સહાય મળે છે અને બિયારણ અને અન્ય લાભ મળે છે જેનાથી બાગાયતી ખેતી કરવા માટે પ્રેરણા મળી છે.આજે કેપ્સીકમ અને ટામેટા ,પિકડોર મરચા જેવા શાકભાજીની ખેતી કરીને લાભ નફો મેળવી રહ્યા છીએ. જેના માટે રાજ્યસરકાર દ્વારા અનેક સેમિનાર અને અન્ય સહાય આપવામાં આવે છે જેનાથી ખેડૂતો સારો નફો અને અલગ અલગ પ્રકારની ખેતી કરીને સારો નફો મેળવી શકે છે. ‘