સાઠંબા ગામે રામલલાની ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભવ્ય કાર્યક્રમો યોજાયા
સાઠંબા નગરમાં વેપારીઓ સ્વયંભુ બજાર બંધ રાખી આ ઉત્સવમાં જોડાયા.
સોમવારે સવારે સંકટ મોચન હનુમાનજી મંદિર મહાકાળી ચોક સાઠંબા ખાતે હવન પુજાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
બપોરે મહાઆરતી કરવામાં આવી.
સાઠંબા નગરમાં તમામ મંદિરોમાં મહાઆરતી કરવામાં આવી.
બપોરના સમયે સાઠંબા નગરમાં યોજાઈ રામલલાને આવકારવાના આનંદમાં યોજાઈ ભવ્ય નગરયાત્રા.
નગરયાત્રામાં સાઠંબા નગરના રામભક્તો, માતાઓ બહેનો મોટી સંખ્યામાં સ્વયંભુ જોડાઈને ડિજેના તાલે ગરબે ઘુમ્યા
સાઠંબા નગર મીની અયોધ્યા બની ગયું હતું.
સાઠંબા નગરના માર્ગો અને ગલીઓ શ્રી રામ જય રામ જય જય રામના નારાથી ગુંજી ઉઠયું હતું.
અરવલ્લીઃ રામમય બન્યું સમગ્ર ભારત સાઠંબા નગર બન્યું મીની અયોધ્યાઃરામલલાને વધાવવા યોજાઈ ભવ્ય નગરયાત્રા
Advertisement
Advertisement