શિસ્તબદ્ધ અને કેડરબેઝ પાર્ટીનું લેબલ ધરાવતી ભારતીય જનતા પાર્ટી માં સનિષ્ઠ કાર્યકરોની અવગણના થતી હોવાના અનેક વાર શૂર બહાર આવ્યા છે ભાજપના પાયાના કાર્યકરો પક્ષના કેટલાક પદાધિકારીઓ દ્વારા તેમની અવગણના થતી હોવાનો ભારે રોષ સાથે સનિષ્ઠ કાર્યકરો સોશ્યલ મિડિયા મારફતે તેમનો આક્રોશ ઠાલવી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં ભાજપના પાયાના કાર્યકર અને લીંભોઈ પૂર્વ સરપંચ હિતેન્દ્ર જોષીના નામ સાથે એક ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં પક્ષના કોઇ પણ કાર્યક્રમની જાણ કરવામાં આવતી ન હોવાની સાથે નેતાની વાહવાહી કરતા અને વહીવટદારોને સંગઠનમાં પદ આપી દેવામાં આવ્યા હોવાનો આક્રોશ ઠાલવ્યો છે
અરવલ્લી જીલ્લાની લીંભોઈ જીલ્લા પંચયાત સીટ પર સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર પ્રસાર દરમિયાન પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે લીંભોઈ પૂર્વ સરપંચ અને ભાજપના પાયાના કાર્યકર હિતેન્દ્ર જોષીના નામે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમ છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાની અને મોદી સાહેબના નામે જીતો તો તેમજ નેતાના વહીવટદારોને સંગઠનમાં પદ આપી દેવામાં આવતો હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો છે જેમને તાલુકામાં કોઇ ઓળખાતું નથી તેમણે તાલુકા ભાજપનો મહામંત્રી બનાવી દેવામાં આવ્યો છે અને સોશ્યલ મીડિયામાં ફોટા મૂકી દેવાથી મત નથી મળતાનો રોષ ઠાલવ્યો હતો અરવલ્લી જીલ્લા ભાજપ ની જૂથબંધી લોકસભા બેઠકની ચૂંટણીમાં બૂમરેંગ સાબિત થાય તો નવાઈ નહીંની ચર્ચાએ જોર પકડ્યું છે