અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે પોલીસતંત્રએ જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ હાથધરી નાના- મોટા વાહનો મારફતે ગુજરાતમાં ઠાલવવામાં આવતા વિદેશી દારૂ પર બ્રેક મારી છે શામળાજી પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેમ્પાને શામળાજી નજીક હાઇવે પાસે અટકાવવાનો પ્રયત્ન કરતા ટેમ્પો ચાલકે ટેમ્પો હંકારી મૂકતા પોલીસે 15 કિમી ફિલ્મીઢબે પીછો કરી વોંટડા ટોલપ્લાઝા નજીકથી ઝડપી પાડી ટ્રકમાં સંતાડેલ 1.49 લાખના વિદેશી દારૂ સાથે વીંછીવાડાના બે ખેપિયાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા વિદેશી દારૂ ભરેલ ટેમ્પો જગાબોર તરફ રસ્તાથી અણસોલ પુલથી હિંમતનગર તરફ નીકળેલ હોવાની બાતમી મળતા પોલીસ ખારી ગામ નજીક વોચ ગોઠવી બાતમી આધારીત ટેમ્પો ને અટકાવવાનો પ્રયત્ન કરતા ટેમ્પો ચાલક બુટલેગરે ટેમ્પો પૂરપાટ ઝડપે હંકારી મુકતા પોલીસે પીછો કરતા હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા સતત 15 કિમી સુધી પીછો કરી વાંટડા ટોલપ્લાઝા નજીક ટેમ્પોને રોકી કોર્ડન કરી ટેમ્પો ચાલક રાજસ્થાનના જીતેન્દ્ર સોહનલાલ ખરાડી અને ક્લીનર બંસીલાલ સોમાજી કટારાને ઝડપી પાડી ટેમ્પોમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-1260 કિં.રૂ.149196/-નો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂ, ટેમ્પો અને મોબાઇલ મળી કુલ.રૂ.5.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય બે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો