ધનસુરા, 17 ઓગસ્ટ, 2024: ધનસુરા ખાતે 75મા વન મહોત્સવની ઉજવણી જે.એસ.મહેતા, હાઇસ્કૂલ ધનસુરા જીલ્લા. અરવલ્લી ખાતે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળીનો વિકાસ કરવાનો છે. આ વન મહોત્સવના અંતર્ગત “એક પેડ માં કે નામ” અભિયાનને વધુ મજબૂતી આપવા માટે માતૃવનનો ઉદ્ધાટન કરવામાં આવ્યો, જેમાં 500 વૃક્ષોનું રોપણ કરાયું. ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારએ મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી,માતૃવનનો ઉદ્ધાટન તથા વન્યજીવ બચાવ કેન્દ્ર અને એનિમલ કેર સેન્ટર કચેરીનું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રો વન્યજીવો અને ઘાયલ પશુઓની સંભાળ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લાના કલેક્ટર, ધારાસભ્ય અને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની ઉપસ્થિતિ ખાસ મહત્વની રહી, જેમણે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું.