31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

વિકાસ ગાંડો થયો…!! મોદી શાસનમાં ડૉલર સામે રૂપિયો 62 થી વધી 85 એ પહોંચ્યો, તમામ રેકોર્ડ તૂટ્યાં


કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી ઝડપથી આગળ વધતાં ડોલરના ભાવ ઉછળી રૂ.85ની સપાટી પ્રથમ વખત પાર કરી જતાં કરન્સી બજારમાં નનો ઈતિહાસ સર્જાયો હતો. રૂપિયામાં આજે તીવ્ર કડાકા વચ્ચે 85નું નવું નીચું તળિયું જોવા મળતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયી હતા. તથા રિઝર્વ બેન્કના ટોચના અધિકારીઓ પણ રૂપિયાના આવા ઝડપી ધોવાણથી મુંઝવણ અનુભવતા દેખાયા હતા. રૂપિયો તળિયે પટકાતાં દેશમાં મોંઘવારી તથા ફુગાવો વધુ વકરશે એવી ભીતિ પ્રવર્તી રહી છે.

ડોલરના ભાવ રૂ.84.96 વાળા સવારે રૂ.85.04 ખુલ્યા પછી ભાવ વધુ વધી ઉંચામાં રૂ.85.9 થઈ છેલ્લે બંધ ભાવ રૂ.85.08 રહ્યા હતા. રૂપિયો તૂટી જતાં દેશમાં આયાત થતાં ક્રૂડતેલ, સોના-ચાંદી તથા વિવિધ કૃષી ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે

વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધુ પા ટકાનો ઘટાડો બુધવારે મોડી રાત્રે કરાયો હતો તથા ત્યાં ફેજરલ રિઝર્વના અધ્યક્ષે એવા સંકેતો પણ આપ્યા હતા કે અમેરિકામાં ફુગાવો હજી અપેક્ષા મુજબ કાબુમાં આવ્યો નથી એ જોતાં હવે પછી ત્યાં 2025ના નવા વર્ષમાં વ્યાજના દરમાં ઘટાડાની ગતી ધીમી પડવાની શક્યતા તેમણે દર્શાવી હતી.

આ સંકેતો વચ્ચે વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઝડપી ઉછળી 108ની સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા. આ સમાચારના પગલે ઘરઆંગણે પણ કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો બોલાઈ ગયો હતો એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

અધૂરામાં પુરું ઘરઆંગણે શેરબજાર ગબડતાં તેની અસર પણ આજે રૂપિયા પર નેગેટીવ પડી હતી. ડોલરનો આઉટફલો વધ્યાની ચર્ચા હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી બે વર્ષની ટોચને આંબી ગયો હતો. ડોલર ઈન્ડેક્સ આ વર્ષે સાડા છ ટકાથી વધુ ઉંચકાયો છે. આજે આ ગ્લોબલ ઈન્ડેકસ ઉંચામાં 108.13 થઈ 107.92 રહ્યાના સમાચાર હતા.

રૂપિયા સામે ડોલરના ભાવ એક સપ્તાહમાં રૂ.84.79થી ઉછળી ઉંચામાં રૂ.85.09સુધી પહોંચતાં ટૂંકાગાળામાં 30 પૈસાનું ધોવાણ રૂપિયામાં થઈ જતાં હવે રિઝર્વ બેન્ક તથા સરકારી બેન્કો બજારમાં ફરી એકટીવ થવાની શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, આરબીઆઈ દ્વારા આજે ફોરવર્ડ ડોલર સેલ વધારવામાં આવ્યું હતું.

બજારના જાણકારોના જણાવ્યા મુજબ આરબીઆઈ દ્વારા આવા બાય-સેલ સ્વેપમાં બે સેશનમાં આશરે ૩થી ૪ અબજ ડોલરના ફોરવર્ડમાં સ્વેપ સોદા કર્યાનો અંદાજ બતાવાતો હતો. આરબીઆઈ દ્વારા આવી સક્રિયતાના કારણે રૂપિયામાં વધુ ધોવાણ ધીમુ પડયાની ચર્ચા હતી.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ 7 પૈસા ઘટી રૂ.107.72જ્યારે યુરોના ભાવ 57 પૈસા ઘટી રૂ.88.59 રહ્યા હતા. જાપાનની કરન્સી 1.79 ટકા ગબડી હતી. જ્યારે ચીનની કરન્સી 0.02 ટકાનો નજીવો ઘટાડો બતાવતી હતી. 2014 માં રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.62.33 સરેરાશ રહ્યા હતા. એ જોતાં 10 વર્ષમાં ડોલરના ભાવ રૂ.62.33 થી વધી રૂ.85 ઉપર ગયા છે. 2023માં ભાવ રૂ.81.94 હતા એ જોતાં એક વર્ષમાં ડોલરના ભાવ આશરે સાવ ત્રણ રૂપિયા વધી ગયા છે. ડોલર ઉછળતાં દેશમાંથી નિકાસને વેગ મળવાની તથા આયાતી ચીજો મોંઘી થવાની ગણતરી જાણકારો બતાવતા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!