વિજયનગર તાલુકાના ચિતરીયા (પાલ) અને આજુબાજુના ગામોમાં સંચરાઈ માતાજી મંદિર આસ્થાનું કેન્દ્ર
Advertisement
વિજયનગર તાલુકા સહીત અન્ય ગામોના લોકોના શ્રદ્ધાનું કેન્દ્ર એવા ડુંગર વાળા સંચરાઈ માતાજી મંદિરના વિકાસ માટે ગામના વડીલો અને હોદ્દેદારોની અથાગ મેહનત અને પ્રયત્નો થકી આજે ડુંગર ઉપરનો રસ્તો સરકારએ મંજુર કર્યો છે જેનાથી ત્યાંના લોકો અને આજુબાજુના ગામોના લોકો માટે વિકાસના સોપાનોમાં વધારો થવા જઈ રહ્યો છે.જેનાથી ગામના સર્વે લોકો અને હોદ્દેદારો સરકારનો આભાર વ્યક્ત કરે છે.તેમજ મૂળ ચિતરીયા ગામના વતની જિલ્લા સદસ્ય લીનાબેન નિનામા અને તેમની ટીમ દ્વારા માનનીય મુખ્યમંત્રી ને રાજુયાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, જિલ્લા સદસ્ય લીના બેન નિનામા,વિજયનગર તાલુકા ભાજપ સંગઠન નવનિયુક્ત પ્રમુખ ડૉ.પરેશ પટેલ,ચિતરીયા ગામના સરપંચ મેરા બેન નિનામા ,ડે.સરપંચ સવીતા બેન સુથાર તેમજ ગામના વડીલો અને મોટી સંખ્યામાં આજુબાજુના ગામોના માઈભક્તો જોડાયા હતા અને ખુબજ સુંદર આયોજન સાથે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચિતરીયા ગામના નિવૃત સરકારી વકીલ અને ચિતરીયા ગામ સર્વાંગી વિકાસ કમિટીના અધ્યક્ષ લક્ષ્મણસિંહ કાવજીભાઈ નિનામા,પૂર્વ સરપંચ ચંદુભાઈ નિનામા, સિનિયર સિટીઝન મંડળના ઉપપ્રમુખ રમણલાલ નિનામા,પંચાલ સમાજના પ્રમુખ ધનજીભાઈ સુથાર,
અને મોટી સંખ્યામાં જન્મેદની ઉપસ્થિત રહી.