ભિલોડા જન સેવા સંધ સંચાલિત એન.આર.એ વિદ્યાલય પરીસરમાં 75 માં વર્ષમાં મંગલ પ્રવેશ દરમિયાન અમૃત મહોત્સવ નો ભવ્યાતિભવ્ય શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય અતિથિ વિશેષ ભિલોડા – મેઘરજ – ધારાસભ્ય પી.સી.બરંડા, અધ્યક્ષ બી.જી.ડાભી – ભિલોડા મામલતદાર, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, પૂર્વ આચાર્ય એલ.આર.પંડ્યા, રામઅવતાર શર્મા, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, ફિરોજભાઈ મકરાણી, સંતો – મહંતો, વિવિધ શાળાઓના આચાર્યો, જન સેવા સંઘ, ભિલોડા – મુંબઈ – પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાય, ઉપ પ્રમુખ રોહિતભાઈ ત્રિવેદી, કારોબારી સભ્યો, પુર્વ શિક્ષકો, આચાર્યો, રાજકીય, સામાજીક આગેવાનો, વેપારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન પ્રસંગિક પ્રવચનમાં ધારાસભ્ય પી.સી.બરંડા એ જણાવ્યું કે, સંચાલક મંડળ, હાઈસ્કુલના સર્વાંગી વિકાસ માટે જ્યાં-જ્યાં જરૂરિયાત જણાય ત્યાં સહભાગી થવાની હૈયા-ધારણા આપી સાથે-સાથે ભિલોડા નગરમાં ભવ્ય રેલી નું વિશેષ આયોજન કર્યું હતું.એન.આર.એ વિદ્યાલય – આચાર્ય દિનેશભાઈ બી. ડાભી, શૈક્ષણિક સ્ટાફ પરીવાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.