42 C
Ahmedabad
Sunday, May 19, 2024

શિક્ષણ મંત્રીના વિવાદાસ્પદ નિવેદનને લઈને કોંગ્રેસે આપ્યો આ પ્રતિભાવ, જાણો શું કહ્યું


કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીએ બે જવાબદારીભર્યું નિવેદન કર્યું છે. શિક્ષણ સામે વાંધો હોય એ ગુજરાત છોડી શકો છો. તમે તમારી જવાબદારીથી ચુકયા છો.

Advertisement

ગઈ કાલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ભાજપના સ્થાપના દિન પર જ બફાટ કરવામાં આવ્યો હતો અને જેને અહીં ના ફાવે તે બીજા રાજ્યમાં કે દેશમાં સર્ટી લઈ ભણવા જતા રહે આ વિવાદસ્પદ નિવેદનને લઈને વિપક્ષ દ્વારા પણ આકરો જવાબ આપ પાર્ટીની જેમ જ આપવામાં આવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે, શિક્ષણ મંત્રી એમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ પુરવાર થયા છે, સામેથી સૂચનો મંગાવવા જોઈએ, જવાબદારીમાંથી તેઓ ભાગી રહ્યા છે, ગુજરાત છોડવાની કોઈને જરૂર નથી.

Advertisement

આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીએ બે જવાબદારીભર્યું નિવેદન કર્યું છે. શિક્ષણ સામે વાંધો હોય એ ગુજરાત છોડી શકો છો. તમે તમારી જવાબદારીથી ચુકયા છો. જે જવાબદારી તમને મળી છે અને કઈ રીતે ગુજરાત આગળ વધી શકે તેના સૂચનો સામેથી મંગાવવા જોઈએ. હાઈકોર્ટે પણ ફટકાર લગાવી છે તમને એકવાર, ખુલ્લામાં ભણવાને લઈને તમે નિવેદન કર્યું હતું છતા પણ તમે આ રીતે બફાટ કરી જવાબદારીથી ભાગી રહ્યા છો.

Advertisement

બાળકોને શિક્ષણનો અધિક મળે એ દિશામાં કામ નથી કરતા. તમે જે વાત કરી રહ્યા છો તેમાં ભાજપ સરકારની નિતીના કારણે શિક્ષણ વ્યવસ્થા અધોગતિ તરફ છે. ગુજરાત શિક્ષણમાં કઈ રીતે આગળ વધી શકે છે એ બાબતે તમે બીજા કોઈની સલાહ લો તેવું તેમને નિવેદન આપ્યું હતું. આ પ્રકારનું નિવેદન તેમને આપ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!