35 C
Ahmedabad
Thursday, May 16, 2024

રાજ્યમાં ચોરી ,લૂંટ ,ધાડ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં નોંધનીય ઘટાડો DGP નો દાવો


ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મિલ્કત સંબંધિત ગંભીર ગુન્હાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગંભીર ગુનામાં તલસ્પર્શી તપાસ ઉપરાંત સતત પેટ્રોલિંગ અને ભભદિં નેટવર્ક તેમજ ગુજસીટોક જેવા કડક કાયદા ના કારણે આ પ્રકારની ગુનાખોરી અટકી હોવાનું મનાઈ રહ્યું છે. નોંધનીય છે કે રાજ્યમાં ઘરફોડ ,ચોરી ,લૂંટ ,ધાડ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ નોંધનીય ઘટાડો થયો હોવાનો દાવો રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા મિલકત સંબંધિત વિવિધ પાંચ ગુનાખોરી પ્રવૃત્તીઓના જાહેર કરેલા સરવૈયા માં જોવા જઈએ તો રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ધાડ પાડવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે અંતર્ગત 2021 માં કુલ 113 ગુન્હા ધાડ પાડવાની ઘટનાના નોંધાયા છે એટલે કે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે તે જ રીતે લૂંટના બનાવો પણ ઘટ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં વર્ષ 2016માં લૂંટની 1112 ઘટનાઓ બની હતી જે ઘટીને વર્ષ 2021 માં માત્ર 543 નોંધાય છે એટલે કે લૂંટમાં પણ 51 ટકાનો ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે ઘરફોડ ચોરીના પ્રમાણમાં પણ પોલીસની અસરકારક કામગીરી અને પેટ્રોલીંગ કરવાથી ઘટાડો સામે આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જેમાં વર્ષ 2016માં રાજ્યમાં અલગ અલગ ચોરીઓના 472 ગુના સામે વર્ષ 2021 માં 346 ગુના ઘરફોડ ના નોંધાયા છે તે જ રીતે રાત્રિ ઘરફોડ ચોરીઓમાં પણ ઘટાડો દર્શાવવામાં આવે છે તે મુજબ જોવા જઈએ તો વર્ષ 2016માં રાત્રિ ઘરફોડ ચોરીઓના 3530 ગુના સામે વર્ષ 2021માં 2,438 ગુના નોંધાયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!