32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

યુવરાજસિંહ જાડેજા પર થયેલા કેસ અંગે AAP દ્વારા ગૃહમંત્રીને આવેદન પત્ર 


વરાજસિંહ જાડેજા પર થયેલા કેસ અંગે આપ પાર્ટી દ્વારા ગૃહમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી એ તના આવેદન પત્ર ની અંદર જે ઉલ્લેખ કર્યો હતો જે આ પ્રમાણે છે.

Advertisement
આપ પાર્ટી દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ગુજરાતના યુવાનોના અવાજને બુલંદ કરનાર યુવરાજસિંહ જાડેજા પર થયેલા ખોટા કેસો પરત લેવા તેમજ એલ. આર. ડી ની ભરતીમાં કોઈ ગેરરીતિ ના થાય એમની તકેદારી રાખવા બાબત અમે આ વિષય સંદર્ભમાં આવેદન આપ્યું છે.
આપ પાર્ટીએ આવેદન પત્રમાં કહ્યું કે, ગત રોજ ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા ઉપર ગંભીર કલમો લગાવી ખોટા કેસો કરી યુવાનોના અવાજને દબાવી દેવાનો થઇ રહ્યો હોઈ એવું લાગી રહ્યું છે.
યુવરાજસિંહ જાડેજા ઉપર જ ખોટા કેસો શું કામ ? કારણકે યુવરાજસિંહ જાડેજા ગુજરાતના યુવાનોના હિત માટે ગુજરાત સરકારમાં પરીક્ષાઓમાં થતા કૌભાંડો બહાર લાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે આવનારી 10 એપ્રિલે કોન્સ્ટેબલની પરિક્ષા આવી રહી છે. તેમ તેમને આવેદન પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.
આપ પાર્ટી ગાંધીનગરના કાર્યકર્તાઓએ આવેદન પત્રમાં ઉલ્લકેહ કર્યો હતો કે,
આજે ગુજરાતનો યુવાન એક માત્ર યુવરાજસિંહ ઊપર વિશ્વાસ કરીને ગેરરિતીઓની માહીતી આપી રહ્યા હોઇ. જેથી સરકારના મળતીયાઓ પેપર ફોડીને વેપાર કરી શકે ? આ ખુબ ગંભીર મામલો હોઇ અમને યુવરાજસિંહ વિરુધ્ધ કાવતરાની શંકા છે. તેવું તેમને જણાવ્યું હતું.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!