36 C
Ahmedabad
Saturday, May 11, 2024

હિંમતનગર હિંસા : શાંતિ ડહોળનારને બક્ષવામાં નહીં આવે, ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં SP કચેરી ખાતે બેઠક


હિંમતનગરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટનાને લઇને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હિંમતનગરની મુલાકાત કરી હતી. સાબરકાંઠા જિલ્લા પોલિસ વડા કચેરી ખાતે ડી.જી.પી. આશિષ ભાટિયા, રેંજ આઈ.જી. અભય ચુડાસમા તેમજ રેજના પોલિસ વડાઓ સાથે બેઠક યોજી હતી અને હિંસાને લઇને સમિક્ષા કરી હતી.

Advertisement

Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને ગૃહ વિભાગને સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસીત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે, તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી પેશ આવે.
રાજ્ય પોલીસ વડા આશિષ પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગરમાં જો જરૂર જણાશે તો ગુજરાતી ATS ની પણ મદદ લેવામાં આવશે. બપોરની બેઠક બાદ હિંમતનગર, આણંદમાં થયેલી ઘટનામાં ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ લીધેલા પગલા નો રિપોર્ટ પણ આ બેઠક ની અંદર રજૂ કરવામાં આવ્યો હતો.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!