SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ મેઘરજ પોલીસ અને LCB તેમજ SOGએ ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અન્ય આરોપીને ઝડપી પાડવા કવાયત તેજ
સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં અરવલ્લી જીલ્લામાં શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ થયા વહિવટી તંત્ર અને પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો જોકે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના યુવા નેતા હિમાંશુ પટેલ મેઘરજ ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટણી એજન્ટની કામગીરી પૂર્ણ કરી ઇનોવામાં પરત મોડાસા ફરતા મેઘરજ મામલતદાર કચેરી નજીક અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ આંતરી પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કરતા હિમાંશુ પટેલને હાથ પર પથ્થર વાગતા ઈજાગ્રસ્ત થયા હતા ઇનોવા કારના કાચ ફૂટી ગયા હતા અચાનક હુમલો થતાં ભારે ચકચાર મચી હતી હુમલાના પગલે તાબડતોડ પોલીસ સ્થળ પર દોડી એક હુમલાખોરને દબોચી લીધો હતો અન્ય હુમલાખોરો ફરાર થઈ ગયા હતા મેઘરજ પોલીસે હિમાંશુ પટેલના ડ્રાઇવરની ફરિયાદના આધારે રસિક કાના ડામોર અને અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મેઘરજમાં ભાજપના યુવા નેતા હિમાંશુ પટેલ પર હુમલાના પગલે મેઘરજ પોલીસ, જીલ્લા એલસીબી અને એસઓજી પોલીસે જુદી-જુદી ટીમ બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી 1)રસિક કાના ડામોર (રહે,અજુના હીરોલા-બાંઠીવાડા) ,2)નિલેશ માના ચૌહાણ (રહે,હીરાટીંબા-બાંઠીવાડા )3),કમલેશ પ્રતાપ પરમાર (રહે,રોલા),4)અભિષેક રાકેશ જૈન (રહે,જલધારા સોસાયટી,મેઘરજ) અને 5)માધુ પરથા કટારા (રહે,ભેમાપુર)ને અલગ અલગ સ્થળેથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ હુમલામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની ઓળખ હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ભાજપના યુવા નેતા હિમાંશુ પટેલ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લેતા પોલીસ કામગીરીની લોકોએ સરાહના કરી હતી