37 C
Ahmedabad
Sunday, May 5, 2024

ઇસરી પોલીસે સતત બીજા દિવસે બુટલેગરોની ખેપ નિષ્ફ્ળ બનાવી : વર્ના કારમાંથી 36 હજારનો દારૂ ઝડપ્યો , બે બુટલેગરો ફરાર


ઈસરી પોલીસે રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પર અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે સઘન પેટ્રોલિંગ હાથધરી સતત બીજા દિવસે વર્ના કારમાંથી 36 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોની ખેપ નિષ્ફ્ળ બનાવી હતી કારમાં સવાર બૂટલેગરો ફરાર થઈ ગયા હતા ઇસરી પોલીસે બૂટલેગરો સામે લાલ આંખ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

Advertisement

બુટલેગરો બેફામ : મેઘરજ જામગઢ સીમમાં રોડ પરથી વર્ના ગાડીમાંથી રૂપિયા 36,300/- નો દારૂ ઈસરી પોલીસે ઝડપી પાડ્યો

Advertisement

ઇસરી પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરતાં વર્ના કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા જામગઢ ગામ નજીક નાકાબંધી કરી બાતમી આધારિત વર્ના કાર (ગાડી.નં-GJ 9 AG 0162) ને અટકાવી તલાસી લેતા કારમાંથી રૂપિયા 36,300/- વિદેશી દારૂ જપ્ત કરી કાર ચાલક પપ્પુભાઈ ઉર્ફ મહેન્દ્રભાઈ રહે નવાગામ મેઘરજ તેમજ કાર ચાલકની બાજુમાં બેસેલ હિમાંશુ ,રહે જામગઢ મેઘરજ બન્યે પોલીસ ને ચકમો આપી ફરાર થઇ ગયા હતા ત્યારે ઇસરી પોલીસે વિદેશી દારૂ,અન્ય મુદ્દામાલ અને કાર મળી કુલ રૂપિયા 2,56,300/-લાખનો મુદામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!