32 C
Ahmedabad
Saturday, May 25, 2024

મોટા સમાચાર : કોંગ્રેસના કાર્યકારી પદેથી હાર્દિક પટેલે આપ્યું રાજીનામું, કહી આ વાત


ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પદેથી રાજીનામું આપ્યું છે. હાર્દિક પટેલના રાજીનામાને લઈને તેમજ બીજેપીમાં જોડાવવાને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી જેનો આજે અંત આવ્યો છે. હાર્દિક પટેલ પક્ષની નારાજ હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ કેસરીયો ખેંસ ધારણ કરે તેવી શક્યતાઓ છે. ઘણા લાંબા સમયથી હાર્દિક પટેલ પક્ષથી નારાજ હોવાના સમાચાર હતા. તેઓએ આખરે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે.

Advertisement

જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે પક્ષપલટો થવાની બાબતો સામે આવતી હોય છે. ત્યારે હાર્દિક પટેલે પોતાના રાજીનામની જાણકારી  આપતા ટ્વિટ કર્યું કે, આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીમાં મારા પદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે.

Advertisement

હું માનું છું કે, મારા આ નિર્ણય પછી ભવિષ્યમાં ગુજરાત માટે સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ. આ પ્રકારની વાતનો ઉલ્લેખ હાર્દિક પટેલે રાજીનામું આપતાની સાથે જ ટ્વિટર હેન્ડલ પરથી કર્યો છે. હાર્દિક પટેલના વારંવાર કોંગ્રેસ સામેના નિવેદનો એક પછી એક સામે આવ્યા રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પણ હાર્દિકની નિવેદનબાજીથી નારાજ હતું ત્યારે આખરે હાર્દિક પટેલે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!