35 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લીના દૂધ ઉત્પાદકોને દૂધનો પૂરેપૂરો ભાવફેર ચૂકવવા ભારતીય કિસાનસભા સમિતિ દ્વારા આવેદન


ગુજરાત કિસાન સભાની અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી સાબર ડેરી એ 19 ટકા ભાવ ફેર આપવાનું જાહેર કર્યું હતું અને પાછળથી બિલ સભાસદ મંડળીઓના અનામતના નામે બે ટકા કાપી લીધા હતા જેથી કિસાન સભાએ આજરોજ આવેદનપત્ર આપી માંગણી કરી હતી કે પૂરેપૂરા પૈસા 19% ચૂકવવામાં આવે અને દૂધ મંડળીઓને 19 ટકા રકમ મળે તો દૂધ ઉત્પાદકોને પૂરા પૈસા મળી શકે તેમ છે. સભાસદ મંડળીઓના પણ તેમના નામે બે ટકા કાપી લીધા છે જે ગ્રાહકો સાથે છેતરપિંડી અને ઉઘાડી લૂંટ છે માટે જો 19% ચૂકવવામાં નહિં આવે તો આવનારા સમયમાં કિસાન સભા અરવલ્લીની તમામ દૂધ મંડળીઓને ભેગી કરીને એક મોટું આંદોલન કરશે આ કાર્યક્રમમાં કિસાન સભાના પ્રમુખ ભલાભાઇ ખાટ ઉપ પ્રમુખ દિલીપભાઇ ભરાણા કાર્યકારી મંત્રી રાકેશ તરાર અને સીઆઇડીના પ્રદેશ મંત્રી દિયા જાદવ ખાસ હાજર રહ્યા હતા.

Advertisement

આવેદનમાં જણાવાયું છે કે સાબરરડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો પાસેથી દૂધની ખરીદી કરે છે અને વર્ષાન્તે તેનો ભાવફેર એટલે કે રીટેઈમ મની દૂધ મંડળીઓને આપવાનો જાહરે કરે છે અને એ રીતે સાબર ડેરી દ્વારા વર્ષ 2021-22 ના વર્ષનો દૂધનો ભાવફેર 19 ટકા જાહેર કર્યો છે. જેમાં સાબરડેરીએ સભાસદ અને બિન સભાસદના નામે ગામડાઓની ડેરીઓને ભાવફેર ચૂકવવામાં અન્યાય કરેલ છે અને ભેદભાવ કર્યો હોવાનો આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!