સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નદી-નાળા, તળાવો સહિત ધોધ જીવંત બન્યા છે. ગુજરાતના હિલ સ્ટેશન એવા સાપુતારામાં કુદરતનો નજારો લોકોને મનમોહક બનાવી રહ્યો છે. ડાંગ જિલ્લામાં હાલ કુદરત મહેરબાન હોય તેમ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઇને ડાંગનો ગીરા ધોધ પણ જીવંત થયો છે અને અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.
ડાંગ જિલ્લામાં ભાર વરસાદને કારણે વઘઈ નજીક આવલી અંબિકા નદી ઉપરનો ગીરા ધોધ સક્રિય થયો છે. ગીરા ધોધમાં પાણી આવતા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ગીરા ધોધમાં નવા નીર આવતા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને લોકો ધોધને નિહાળવા માટે પહોંચી રહ્યા છે. સમગ્ર ડાંગ જિલ્લા હાલ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. વધતા જતાં પ્રવાસીઓને લઇને જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, ભયજનક વિસ્તારમાં સેલ્ફી ન લેવી. આ સાથે જ ભયજનક સ્થળે ન જવા માટે પણ અપીલ કરાઈ રહી છે.
જુઓ ગીરા ધોધનો અદભૂત નજારો