હિંમતનગરના ગઢોડા ગામ ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભાસ્થળ મેદાનમાં પાણી ભરાયા
બે દિવસથી ચાલી રહેલા વરસાદને લઈને પાણી ભરાતા તંત્રમાં દોડધામ મચી ગઈAdvertisement
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ અલગ-અલગ વિસ્તારોમાં પડી રહ્યો છે. ભાર વરસાદને કારણે પીએમ મોદીના આયોજિત કાર્યક્રમના સભાસ્થળે પણ પાણી ભરાઈ ગયા છે. સભાસ્થળે પાણી ભરાઈ જવાને કારણે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને પાણીનો નિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે અવિરત વરસાદથી ચિંતાઓ જરૂર વધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈ સાબરકાંઠાના જિલ્લાની મુલાકાતે છે, હિંમતનગર શહેરના ગઢોડા ગામે આવી અને સાબર ડેરીના કરોડોના ખર્ચે બનેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનાર છે. આ માટે ગઢોજા ગામે તંત્ર દ્વારા તૈયારઓનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, પણ બે દિવસથી ભારે વરસાદી તૈયારીઓમાં અડચણ ઊભી કરી હોય તેવું લાગે છે. ખેતરમાં પાણી ભરાઈ જતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સાબરકાંઠા જિલ્લાના બાંધકામ વિભાગ R&B સહિતના વિભાગો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ દસ દિવસ સુધી વરસાદની આગાહી છે.