37 C
Ahmedabad
Tuesday, April 30, 2024

મોડાસામાં લૂંટની ઘટનાને માત્ર 8 કલાકમાં ઉકેલી નાખતી અરવલ્લી પોલિસ, ક્રાઈમ શો જોઇએ ઘટનાને અંજામ


અરવલ્લી જિલ્લામાં ચકચારી લૂંટની ઘટનાના 3 આરોપીઓને પોલિસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. જિલ્લા પોલિસની 5 ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. તારીખ 18 જુલાઈના રોજ 12.00 કલાકના અરસામાં બનેલી લૂંટની ઘટનાના ત્રણેય આરોપીઓને પોલિસે ઝડપી પાસા હેઠળ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Advertisement

મોડાસા શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા માલપુર રોડ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના કોર્નર ઇલેક્ટ્રોનિક્સ શો રૂમ પર 18 જુલાઈના રોજ બપોરના અરસામાં ત્રણ શખ્સો બંદૂક લઇને આવ્યા હતા અને દુકાનમાં પહોંચી દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી, ત્યારબાદ મામલો બિચક્યો અને બંદૂકની નોક પર દુકાનદારને ધમકાવવા લાગ્યા અને 4 લાખ રૂપિયાની માંગ કરી હતી, જોકે દુકાનદારે હિંમત બતાવી લૂંટારૂઓ સાથે બાથભીડતા લૂંટારૂઓ નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને પોલિસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ તેજ કરાયો હતો. અલગ-અલગ 5 ટીમ બનાવીને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ વડાએ મીડિયા બ્રિફ કર્યું, સાંભળો શું કહ્યું..

બંદૂક લઇને પહોંચેલા આરોપીઓ પાસે હતી ‘એર ગન’
મોડાસાના માલપુર રોડ પર આવેલી ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં લૂંટની ઘટનાને અંજામ આપવા બંદુક લઇને પહોંચેલા આરોપીઓ પાસે નકલી બંદુક હોવાનું સામે આવ્યું છે, જે બંદુક લઇને આરોપીઓ પહોંચ્યા હતા, તે નકલી બંદુક એટલે કે, એર ગન હોવાનું સામે આવ્યું છે, જે પોલિસે કબજે કરી છે.

Advertisement

Advertisement

જુના ગ્રાહક જ નિકળ્યા આરોપી
આરોપીઓ પહેલા કેટલીકવાર ખરીદી કરવા અને દુકાનની મુલાકાત કરી ચુક્યા હતા, એટલે કે દુકાનાન જુના ગ્રાહક હોવાનું પોલિસ તપાસમા ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ દુકાનની મુલાકાત કર્યા બાદ લાગ્યું કે, તેમને અહીં પૈસા મળી શકે એમ છે માટે ક્રિષ્ના કોર્નર નામની દુકાનને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું.

Advertisement

સગા-સંબંધીનું પલ્સર બાઈક લઇને લૂંટ કરવા આવ્યા
આરોપીઓ પકડાય નહીં તે માટે સગાનું પલ્સર બાઈક લીધું અને બાઈક ની નંબર પ્લેટ હટાવી મોડાસા ખાતે લૂંટની ઘટનાને અંજામ આપવા આવી પહોંચ્યા હતા. દુકાન બહાર આવેલા ત્રણેય આરોપીઓએ પહેલા દુકાનનું નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ દુકાનમાં પ્રવેશ કર્યો હતો, જે સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના દેખાઈ હતી.

Advertisement

Advertisement

ક્રાઈમ શો જોઇને આરોપીઓએ લૂંટ કરવાનો પ્લાન ઘડી નાખ્યો
આરોપીઓને પૈસાની જરૂરિયાત હતી અને બીજી બાજુ આરોપીઓનો કોઇ જ ગુનાહિત ઇતિહાસ નહોતો એટલે પૈસા કેવી રીતે મેળવી શકાય તે માટે અલગ-અલગ ક્રાઈમ શો જોયા અને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે રણનીતિ  ઘડી નાખી હતી, જોકે આરોપીઓ લૂંટની ઘટનાને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યા હતા અને પોલિસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે હજુ તે વાત સ્પષ્ટ થઇ શકી નથી કે, આરોપીઓને ચોક્કસ કયા કારણોસર પૈસાની જરૂરિયાત હતી માટે આટલું મોટુ પગલું ભરી ગંભીર ગુનો આચર્યો.

Advertisement

Advertisement

8 કલાકમાં પોલિસે ગુનાને ઉકેલી નાખ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસાના પોશ વિસ્તારમાં લૂંટની આ પ્રકારની સમગ્ર જિલ્લા સહિત ગણતરીની મિનિટ્સમાં રાજ્યના સમાચારોમાં મુખ્ય હેડલાઈન્સ બની ગઇ હતી, જેને લઇને પોલિસ તાત્કાલિક એક્શનમાં આવી ગઇ અને માત્ર 8 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. લૂંટની ગુનાનો ભેદ ઉકેલવામાં અરવલ્લી જિલ્લા LCB, SOG તેમજ નેત્રમ શાખાની ટીમ કામે લાગી હતી, જેને લઇને ગણતરીના કલાકોમાં પોલિસ આરોપીઓ સુધી પહોંચી શકી.

Advertisement

Advertisement

પોલિસ ઝડપેલ 3 આરોપીઓ નામ
મેહુલકુમાર ધીરાભાઈ ઠાકોર, સર્વોદનગર ડુંગરી, મોડાસા. મૂળ રહે. રાણીપુરા, તા.તલોદ, જિ. સાબરકાંઠા.
મહેન્દ્ર રમેશભાઈ નિનામા, ગામ – મોરા, તા.- મોડાસા, જિ. – અરવલ્લી
દેવેન્દ્ર રમેશભાઈ સનાના, ગામ – મોરા, તા.- મોડાસા, જિ. – અરવલ્લી

Advertisement

Advertisement

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આરોપીઓના ગુનાહિત ઇતિહાસનો પણ ઘટસ્ફોટ થયો છે, જેમાં મુખ્ય સુત્રધાર મેહુલ ઠાકોર નામના શખ્સ સામે મારમારીનો કેસ દાખલ થયેલો છે ત્યારે અન્ય બે આરોપીઓનો કોઇ જ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું સામે આવ્યું છે.

Advertisement

પોલિસે જપ્ત કરેલ મુદ્દામાલ
2 એર ગન
2 બાઈક
મોબાઈલ

Advertisement

Advertisement

આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી શકે છે પોલિસ
લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સામે પોલિસ કડક કાર્યવાહી કરવાની દિશામાં કામ કરશે તેવું જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું. આરોપીઓએ ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. આ માટે પાસા હેઠળ ધકેલવા સહિતની કાર્યવાહી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી શકે છે. 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ન હોવાથી પોલિસ કડક કાર્યવાહી કરી શકે છે જેથી ભવિષ્યમાં આરોપીઓ મોટી ઘટનાને અંજામ આપતા અટકે.

Advertisement

ક્રાઈમ શો તે લોકોને સતર્ક રહેવા માટે છે નહીં કે, ગુનાહિત કૃત્ય કરવા માટે
કોઇપણ ક્રાઇમ શો ટલિકાસ્ટ થતાં હોય છે તે લોકોને સતર્ક રહેવા માટે બતાવવામાં આવતા હોય છે, જેથી આપણી આસપાસ બનતી ઘટનાઓથી આપણ સતર્ક રહી શકીએ પણ આવા શો ને કેટલાક લોકો બીજી નજરથી જોતા હોય છે અને આવી ઘટનાઓને અંજામ આપે છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ માટે લૂંટની ઘટનાને ઉકેલવો એક મોટો પડકાર હતો, પણ ટીમ વર્કથી જિલ્લા પોલિસ વડા સંજય ખરાત, જિલ્લા નાયબ પોલિસ વડા ભરત બસીય અને એલ.સી.બી. , એસ.ઓ.જી. , તેમજ ટેકનિકલ સર્વેલન્સ નેત્રમ શાખાની મદદથી મોટી ઘટનાને ગણતરીના કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!