28 C
Ahmedabad
Tuesday, April 30, 2024

ધ્રાંગધ્રામાં ખેતરના બોરમાં બાળકી ફસાઈ, આર્મી અને ડીઝાસ્ટરની ટીમે મેરેથોન રેસ્ક્યુ આરંભ્યું


ધ્રાંગધ્રામાં ગાજણવાવ ગામના ખેતરના બોરમાં બાળકી ફસાઈ હોવાની ઘટનાથી દોડધામ મચી ગઈ છે. અત્યારે મેરેથોન રેસ્ક્યુ આરંભાયું છે. 12 વર્ષીય મનીષા નામની બાળકી બોરમાં ફસાઈ જતા મામલતદાર તેમજ ડીઝાસ્ટર ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કિશોરીનો પરીવાર ગુજરાત બહારનો છે. બાળકી 60 ફૂટ ઉંડે ફસાઈ હોવાનું અનુમાન છે.

Advertisement

અત્યારે ડીઝાસ્ટર ટીમ સાથે આર્મીની ટીમ પણ ત્યાં પહોંચી છે અને બાળકીને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અત્યારે દોરડું નાખી બાળકીને દોરડાની મદદથી બહાર કાઢવાનો પ્રયત્ન કરાયો છે. જો કે, આ બોરવેલની ઉંડાઈ 400 ફૂટ જેટલી છે. ત્યાં બાળકીનો ઓક્સિજન આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ સુરેન્દ્ર નગરમાં આ પ્રકારની ઘટના બની હતી અને ત્યારે 500 ફૂટ ઊંડા બોરમાંથી અઢી વર્ષના બાળકને કાઢવામાં આવ્યો હતો.  આ બાળકી વાડીમાં રમી રહી હતી ત્યારે બોરની અંદર અજાણતા પડી જતા આ ગંભીરતા સર્જાઈ હતી. ત્યારે તાલુકાનું તંત્ર અત્યારે આ બાળકીને બહાર કાઢવાની જહેમતમાં લાગ્યું છે. બોરની પહોળાઈ સાંકડી હોવાથી જહેમત પણ પડી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!