અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ભિલોડા તાલુકા સરપંચ એસોસિએશનના નવ નિયુંક્ત હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી.
નવિન હોદ્દેદારોને શાલ ઓઢાડી,ફુલહાર પહેરાવી વિશેષ સન્માન કરાયું હતું.
ભિલોડા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ બરંડા,મંત્રી રાજેશકુમાર અસારી,ઉપ પ્રમુખ ઓગષ્ટીનાબેન કલાસવા,સહમંત્રી પ્રદિપસિંહ ચંપાવત,સુમિતાબેન ડામોર,ખજાનચી મુકેશભાઈ તબિયાડ સહિત નવનિયુંકત સરપંચો,હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.ભિલોડા તાલુકા સરપંચ એસોસિએશન નું સંગઠન મજબુત બનાવવા સંદર્ભે વિશેષ ભાર મુંક્યો હતો.ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીઓના પડતર પ્રશ્નો કેવી રીતે હલ કરવા,સરપંચની ફરજો કેવી રીતે નિભાવવી તે સંદર્ભે ચર્ચા – વિચારણાઓ કરાઈ હતી.