33 C
Ahmedabad
Tuesday, May 28, 2024

શહેરા-નૂતન શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર શિલાન્યાસ મહોત્સવની ભકિતભાવપૂર્વક ઉજવણી 


ગોધરા

Advertisement

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં વાઘજીપુર ગામ છે. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ પ્રેરણાથી પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ આદર્શ વાધજીપુર ગામમાં નૂતન શિખરબંધ મંદિરનો શિલાન્યાસ સમારોહની ભકિતભાવપૂર્વક પરમ ઉમંગોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

Advertisement

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતમંડળ તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર નૂતન શિખરબંધ મંદિરનું ભૂમિપૂજન ભકિતભાવ પૂર્વક કરવામાં આવ્યું. ભૂમિપૂજન વિધિ વિસ્તાર સાથે જોડાયેલી કોઈપણ નકારાત્મકતાને દૂર કરે છે. ભૂમિપૂજન પૂર્ણ થયા પછી શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!