ગોધરા
પંચમહાલ જીલ્લામા લોકસભાની ચુટણીનુ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ લાવી રહી છે.ત્યારે હવે પંચમહાલની મોટી ગણાતી પંચામૃત ડેરી દ્વારા મતદાનના દિવસે જે પશુપાલકે મતદાન કરાવ્યા અંગેનુ નિશાન બતાવશે તેને પ્રતિ લીટરે દુધના એક રૂપિયો ભાવ ચુકવાની જાહેરાત કરી છે.
લોકસભાની ચૂંટણીના દિવસે વધુ મતદાન થાય તે માટે પંચમહાલ ડેરી દ્વારા જાહેરાત કરવામા આવી છે. જેમા જણાવામા આવ્યુ છે કે પશુપાલકો આગામી 7 મે ના રોજ મતદાન અંગેનું નિશાન બતાવશે તે પશુપાલકોને પ્રતિ લિટરે રૂ.1/- વધુ ભાવ ચૂકવવામાં આવશે. સાંજના ટંકનું દૂધ ભરતી વખતે મતદાન કર્યા અંગેનું નિશાન બતાવવાથી આ લાભ પંચામૃત ડેરીના પશુપાલકોને મળશે.પંચમહાલ ડેરીમાં પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં થઈને 2.5 લાખ સભાસદો દુધ ભરે છે.