asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : જીતપુર ગામના ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકીથી વહિવટી તંત્ર દોડતુ થયું,ગ્રામ પંચયાત અલગ કરવાની લેખીતમાં માંગ


મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભાની ચૂંટણીમાં કરેલ વાયદા પૂર્ણ ન થતાં ગ્રામજનોમાં આક્રોશ                                             

Advertisement

જીતપુર ગ્રામ પંચયાતમાં છેલ્લા દસ વર્ષથી મંત્રીના પુત્ર અને પુત્રવધુ સરપંચ પદ પર હતા છતાં વિકાસ કરવામાં ઉણા ઉતર્યાનો આક્ષેપ           

Advertisement

મોડાસા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના વતનને અડીને આવેલ જીતપુર ગામ વિકાસથી વંચિત હોવાના આક્ષેપ સાથે તેમજ મંત્રી ભીખુસિંહ પરમારે ગામના પરિસરમાં મંદિર આગળ ગ્રામ પંચયાત વિભાજન કરી આપવાની બાહેંધરી આપ્યા પછી વાયદો પૂર્ણ ન કરતા ગ્રામજનોમાં ભારે આક્રોશ સાથે ચૂંટણીના દિવસે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં હડકંપ મચ્યો છે મોડાસા  તાલુકા વિકાસ અધિકારી જીતપુર પહોંચી ગ્રામજનોને સમજાવવાના પ્રયત્નો હાથધર્યા હતા જોકે ગ્રામજનો જીતપુર ગ્રામ પંચયાત વિભાજનની લેખિત બાહેધરીની માંગ પર અડગ રહેતા મામલતદારને  જીતપુર ગામમાં તંત્રએ મોકલવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી                                      

Advertisement

 

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર પ્રશસ્તી પારીક લોકશાહીના પર્વમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે સતત જનજાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે રાજ્યકક્ષાના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના વતનને અડીને આવેલ જીતપુર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકીના ઉચ્ચારતા તંત્ર દોડતું થયું છે શનિવારે જીતપુર ગામમાં તાલુકા વિકાસ અધિકારી તેમની ટીમ સાથે પહોંચી ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન હાથધરતાં ગામ લોકોએ જીતપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ વર્ષથી મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર અને તેમના પત્ની સરપંચ પદ પર હોવાથી ગામના વિકાસમાં ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો અને મંત્રી ભીખુસિંહ પરમારે જીતપુર ગ્રામ પંચયાતનું વિભાજન કરવાનો વાયદો કર્યા પછી પૂર્ણ ન કરતા ગામલોકો ગ્રામ પંચયાત વિભાજન અંગે લેખિત બાંહેધરી પર રહેતા તંત્ર મૂંઝવણ માં મુકાયું છે તંત્ર દ્વારા ગ્રામજનો સાથે મેરેથોન બેઠેક યોજી ગામલોકોને સમજાવવાનો પ્રયત્ન હાથધર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!