37 C
Ahmedabad
Tuesday, April 30, 2024

અરવલ્લી જિલ્લામાં પોસ્ટર વોર, આપના ઉમેદવારે કહ્યું કે, નાની પાર્ટીઓ પોસ્ટર લગાવે તો વાંધો?, વાંચો શું છે નિયમ


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ મહોલ ગરમ થયો છે. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ હતો જોકે આ વર્ષે આમ આદમી પાર્ટી પણ મેદાન છે ત્યારે ખરાખરીનો જંગ જામશે તેવું લાગે છે. અરવલ્લી જિલ્લામાં આપ-ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું છે. આમ આદમી પાર્ટી બાયડ-માલપુરના ઉમેદવાર ચુનિલાલ પટેલે આક્ષેપો કરતા સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના પોસ્ટર્સ અને પત્રિકાઓને લઇને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપ-કોંગ્રેસના ઝંડા ઠેર ઠેર લાગેલા કેમ છે?

Advertisement

Advertisement

માલપુર-બાયડ બેઠક પર આપના ઉમેદવાર ચુનિલાલ પટેલ માલપુરની મુલાકાતે હતા તે સમય દરમિયાન તેમણે રોષ ઠાલવ્યો હતો.

Advertisement

શું છે નિયમ ?
‘પોસ્ટર’ના અર્થમાં હોર્ડિંગ્સ/ફ્લેક્સ બોર્ડ
‘પોસ્ટર’ના અર્થમાં હોર્ડિંગ્સ/ફ્લેક્સ બોર્ડ ચૂંટણી સંબંધિત કોઈપણ જાહેરાત ધરાવતા હોર્ડિંગ્સ, ફ્લેક્સ બોર્ડ વગેરેને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 127A માં ઉલ્લેખિત ‘પોસ્ટર’ના અર્થમાં આવતા હોવાનું માનવામાં આવે છે. જેમ કે નામ અને સરનામું આપવાની આવશ્યકતા ના કિસ્સામાં પ્રકાશકનું પાલન કરવું જોઈએ હોર્ડિંગ્સ, ફ્લેક્સ બોર્ડ વગેરે, જેમાં પાર્ટીના નેતાઓના ફોટાના હોર્ડિંગ્સનો સમાવેશ થાય છે.

Advertisement

કલમ 127A ની પેટા-કલમ (2) ની જોગવાઈઓના સંદર્ભમાં, ચૂંટણી પંચે નિર્દેશ આપ્યો છે કે હોર્ડિંગ્સ, ફ્લેક્સ બોર્ડ વગેરે પ્રદર્શિત કરતા પહેલા મિલકતના માલિક પાસેથી પૂર્વ પરવાનગી લેવી જરૂરી છે. આવી સામગ્રી સાર્વજનિક સ્થળે હોય કે ખાનગી જગ્યામાં હોય તેવા કિસ્સામાં, સંબંધિત પક્ષ/ઉમેદવારે રિટર્નિંગ ઓફિસરને નિયત ફોર્મેટ મુજબ આવા હોર્ડિંગ્સ/ફ્લેક્સ બોર્ડના બે ફોટોગ્રાફની માહિતી આપવાની રહેશે.  (પરિશિષ્ટ XVI)

Advertisement

આ સાથે જ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, કોઈપણ રાજકીય પક્ષો તેમની જાહેરાત જાહેર મિલકત એટલે કે, સરકારી ઈમારતો અથવા તો સરકારી જગ્યાઓ પર પ્રચાર પ્રસારના પોસ્ટર્સ લગાવી શકતા નથી.

Advertisement

ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમજ રાજકીય ગરમાવો વધી જતો હોય છે ત્યારે આ વખતે બાયડ બેઠક પર સૌની નજર છે કારણ કે, ભાજપમાંથી ટિકિટ નહીં મળતા ઝવલસિંહ ઝાલા અપક્ષમાંથી મેદાને છે તો ભાજપમાંથી ભીખીબેન પરમાર તો કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ વાઘેલા અને આપમાંથી ચુનીલાલ પટેલે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!