42 C
Ahmedabad
Saturday, May 18, 2024

રાજ્યની 33 હજાર શાળાના 2 લાખ શિક્ષકોનો પગાર માર્ચ મહિનાનો હજુ સુધી નથી થયો…!!!


રાજ્યમાં ટેટ પાસ ઉમેદવાર કે વિદ્યાસહયકોની જે રીતની પરિસ્થિત કથળેલી છે અને ભરતીની રાહ જોવાઈ રહી છે તેવી જ રેતી અત્યારે શિક્ષકોની હાલત પણ પગાર ના થતા મુશ્કેલી ભરી છે. શિક્ષકોના ગુજરાતની અંગર માર્ચ મહિનાના પગાર જ હજુ સુધી નથી થયા. શિક્ષકો હજુ પણ માર્ચ મગહિનાના પગારની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને રાજ્યની અંદર રાજ્યની 33 હજાર સરકારી શાળાઓ અંદાજિત આવેલી છે. જેમાં સરકારી 2 લાખ જેટલા શિક્ષકો છે. આ શિક્ષકોનો પગાર માર્ચ મહિનાનો હજુ સુધી નથી કરવામાં આવ્યો આ પ્રકારની શિક્ષકોની સ્થિતિ અત્યારે છે તો નવી ભરતીની તો વાત જ ક્યાંથી કરવી.

Advertisement

દર મહિનાની 1થી 5 તારીખની વચ્ચે પગાર કરવાની વાતો નેવે મુકાઈ ગઈ છે. 33 હજાર શાળાના 2 લાખ શિક્ષકોમાં મોટા ભાગના શિક્ષકોના લોનના હપ્તા ચાલી રહ્યા છે ત્યારે તેમાંથી હપ્તા ભરવાની સગવડ બહારથી લાવીને કેટલાક શિક્ષકોએ કરવી પડી રહી છે.

Advertisement

કેમ કે, કોઈને કોઈ પ્રકારની બેન્ક લોન ચાલું છે, હપ્તાની તારીખ ફિક્સ હેવાથી બહારથી રકમ હપ્તા ભરવા માટે લાવવી પડે તે પ્રકારની સ્થિતિ પેદા થઈ છે, વધારાના ચાર્જ, લોનના હપ્તા ચડી ગયા છે છતા આ રીતે શિક્ષકોના પગાર કરવામા નથી આવી રહ્યા. ત્યારે બીજી બાજુ કરાર આધારી શિક્ષકોને માંડ 10થી 12 હજાર પગાર મળે છે તેઓ ને પણ 30 દિવસની મહેનતા 10 હજાર લેવા માટે ફાંફા મારવા  પડી રહ્યા છે તે પ્રકારની હાલ થઈ ગઈ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!