29 C
Ahmedabad
Monday, April 29, 2024

સિંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં ભડકો, 20 રૂપિયાનો વધારો થયો


રાજ્યમાં દિવસે ને દિવસે જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ ભાવ વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર ચિંતામાં મુકાઇ ગયો છે. સિંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓ ચિંતામાં મુકાઇ ગઇ છે.

Advertisement

LPG ગેસના ભાવ વધ્યા બાદ સિંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.20 રૂપિયાનો આ બન્ને તેલના ડબ્બાના ભાવમાં વધારો કરાયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 710 રૂપિયા હતો તે હવે 2 હજાર 730 રૂપિયા થઇ ગયો છે. જ્યારે કપાસીયા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 580 રૂપિયા હતો તે હવે 2600 રૂપિયા પર પહોચી ગયો છે.

Advertisement

પેટ્રોલ-ડીઝલથી લઇને શાકભાજીના ભાવ પણ આસમાને પહોચી ગયા છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધારાને કારણે રસોડાના બજેટને અસર થઇ છે. એલપીજીના ભાવ વધતા ગેસ સિલિન્ડર ખરીદવુ મોંઘુ બન્યુ છે.

Advertisement

છેલ્લા એક મહિનાની સરખામણીમાં પેટ્રોલના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડીઝલના ભાવમાં પણ પાછલા મહિનાની સરખામણીએ 12 ટકાનો વધારો થયો છે. જ્યારે એલપીજીના ભાવમાં પાછલા મહિનાની સરખામણીમાં લગભગ 6 ટકાનો વધારો થયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!