34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home હેલ્થ અરવલ્લી : ધનસુરાના કોલવડામાં મેડિકલ કેમ્પ યોજાયો

અરવલ્લી : ધનસુરાના કોલવડામાં મેડિકલ કેમ્પ યોજાયો

0

અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં આવેલા કોલવડા ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.મુકેશભાઈ પટેલ ને એમની પ્રેક્ટિસના 25 વર્ષ પૂર્ણ થયા હોવાથી કોલવડા ગૃપ ગ્રામ પંચાયતમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. મુકેશ પટેલ દ્વારા આયોજિત નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ સ્વાસ્થ્ય ની તપાસ કરાવી હતી. ગામના 120 થી વધારે લોકોએ મેડિકલ ચેક અપ કેમ્પમાં પહોંચી આરોગ્ય લક્ષી સેવાએનો લાભ લીધો હતો. આ મેડિકલ ચેક અપ કેમ્પમાં દર્દીઓને રીપૉર્ટ અને દવાઓ પણ નિ:શુલ્ક આપવમાં આવી હતી.

ગામના સરપંચ દિનેશ ભાઈ પટેલ ગામના દ્વારા તબીબની સેવાઓની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. આ સમગ્ર કામગીરીમાં સામાજિક આગેવાન મીના બહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!