35 C
Ahmedabad
Sunday, May 19, 2024

આવી ગયો પ્લાસ્ટિક બેનનો વિકલ્પ, હાથો હાથ વેચાશે માલ, દરરોજ થશે લાખોની કમાણી


દેશમાં એક જુલાઇથી સિંગર યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એક તરફ કેટલીક કંપનીઓને ઝટકો લાગ્યો છે તો બીજી તરફ લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં Non Woven બેગનું ચલણ વધી રહ્યુ છે. આ માત્ર પ્લાસ્ટિકનો વિકલ્પ જ નથી પણ કમાણીનું સાધન પણ બની રહ્યુ છે.

Advertisement

લોકોને મળશે કમાણીની તક
સરકારનું સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેનનો નિર્ણય તમારા માટે લાખો રૂપિયાની કમાણીનું સાધન બની શકે છે. પ્લાસ્ટિક બેન થતા Non Woven બેગની માંગમાં વધારો થયો છે. જેનાથી તમે બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહેલા લોકોને મોટી તક આપી છે. Non Woven  બેગ બિઝનેસમાં નાનું રોકાણ કરીને તમે મહિને લાખો રૂપિયા કમાઇ શકો છો.

Advertisement

માંગમાં વધારો, કમાણીની તક
આજના સમયમાં દરેક કોઇ વિચારે છે કે તે ઓછા ખર્ચમાં એવો કોઇ બિઝનેસ શરૂ કરે જે સારી કમાણી કરાવી શકે. જો તમે આવુ લાંબા સમયથી વિચારી રહ્યા છો તો તમારી માટે આ સારી તક છે. સરકારે જેવા જ સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો ત્યારથી તેના વિકલ્પ તરીકે મોલ સહિત અન્ય સ્થળો પર સામાન પેક કરવા અને ડિલીવરી માટે Non Woven બેગનો ઉપયોગ શરૂ કરી દીધો છે. એવામાં તેની માંગમાં વધારો થઇ રહ્યો છે.

Advertisement

આ રીતે શરૂ કરો બિઝનેસ
આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે ત્રણ મશીનની જરૂર પડશે. જેમાં ફેબ્રિક કટિંગ મશીન, સીલિંગ મશીન અને હાઇડ્રોલિક પંચિંગ મશીન સામેલ છે. તેને તમે કોઇ દુકાન અથવા પછી ઓનલાઇન પણ ખરીદી શકો છો. આ મશીનો પર થતા ખર્ચની વાત કરીએ તો ત્રણ મશીનને ખરીદવા માટે એક લાખ રૂપિયાનું રોકાણ કરવુ પડી શકે છે.

Advertisement

રોજ 8 હજાર રૂપિયાની થશે કમાણી
ખાસ વાત એ છે કે રો મટીરીયલ એટલે કે ફેબ્રિક પણ આસાનીથી મળી જાય છે અને તેની માટે ખર્ચ પણ ઓછો કરવો પડી શકે છે. ફેબ્રિક મળતા જ મશીનો દ્વારા એક દિવસમાં 5000થી વધારે બેગ તૈયાર કરી શકો છો. આ બેગ આસાનીથી આશરે 60થી 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામના હિસાબથી વેચી શકાય છે. આ રીતે રોજના હિસાબથી સાતથી આઠ હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. આ સાથે જ માંગ વધતા વધારે ઓર્ડર મળવા પર કમાણી વધી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!