30 C
Ahmedabad
Thursday, May 9, 2024

અમદાવાદમાં ભારે વરસાદમાં AMC ની કામગીરી નિષ્ફળ જતાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ


અમદાવાદ શહેરમાં રવિવારના રોજ ભારે વરસાદને પગલે ઠેર ઠેક પાણી ભરાઈ ગયાના કિસ્સાઓ સામે આવ્યા હતા. જો કે હજી પણ કેટલીક જગ્યાએ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ જતા કોંગ્રેસે એએમસી ઓફિસ બહાર ભારે વિરોધ કર્યો હતો અને હાય રે મેયર હાય રે મેયરના નારા લગાવ્યા હતા.

Advertisement

તંત્રની નિષ્ફળ કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા આજે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ અને કોર્પોરેટરો જોડાયા હતાં. કોર્પોરેશનની પ્રિમોન્સુન નિષ્ફળ કામગીરીને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ કચેરીનો કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો.

Advertisement

હાય રે મેયર, હાય રે કમિશનર, ભાજપ હાય હાય, ભાજપનો વિકાસ ગાંડો થયો છે. એવા સૂત્રો સાથે આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ પોતાના શરીરે પાટાપિંડી કરી અને વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા.તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરના રસ્તાઓ એટલા ખરાબ કે છે લોકો હેરાન થાય છે. અનેક લોકો રસ્તામાં પડ્યા છે અને ઈજાગ્રસ્ત થયા છે. મેયર અને કમિશનરને વિનંતી છે કે જ્યાં આવા બનાવ બન્યા છે ત્યાં અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!