37 C
Ahmedabad
Sunday, May 5, 2024

સરપંચ ચૂંટણીમાં વોટ અને ચૂંટણી બાદ ગ્રામજનો પાસે પૈસા માંગતા જ રહ્યા : ACBએ જવાનપુર સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર ખિસ્સા ગરમ કરતા ઝડપાયા


સાબરકાંઠા જીલ્લામાં કેટલાક લોકો રાજકીય પક્ષોની આડમાં વિકાસના કામોમાં મીલીભગત અને ટકાવારીના હકદાર બન્યા હોવાની લોક ચર્ચા

Advertisement

સાબરકાંઠાના ગ્રામજનોએ જેને ખોબલે ને ખોબલે મત આપીને સરપંચનો તાજ આપ્યો તે જ સરપંચ ગ્રામજનોના ખિસ્સા કાતરતી હતી.સાંબરકાંઠામાં આજે બાંઘકામ માટે 12 હજારની લાંચ લેતા મહિલા સરપંચ એસીબીના હાથે ઝડપાઈ ગઈ છે.એસીબીએ છેલ્લા 3 દિવસમાં 6 ટ્રેપ કરીને લાંચીયા અધિકારી અને પદાધિકારીઓની શાન ઠેકાણે લાવી દીધી છે. એસીબીની છેલ્લા ત્રણ દિવસની કામગીરીથી લાંચીયા બાબુમાં ફફડાટ ફેલાયો છે

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાના ઈડર તાલુકામાં ફરિયાદીને પોતાના ગામમાં તેમના પિતાના નામે લીધેલા પ્લોટ પર મકાનનું બાંધકામ કરવાનું હતું. જેના માટે પંચાયતમાં બાંધકામ માટે રજાચિઠ્ઠી લેવા માટે અરજી કરી હતી. આ બાંધકામ માટેની રજાચિઠ્ઠી લેવા માટે ફરિયાદીએ ઈડરના જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયત સરપંચ ઉર્મિલા મહેંદ્ર પરમારનો સંપર્ક કર્યો હતો. સરપંચે બાંધકામ રજાચિઠ્ઠી આપવા માટે ફરિયાદી પાસેથી ૧૨ હજારની લાંચની માંગણી કરી હતી.

Advertisement

આ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ આપી હતી. એસીબીએ ફરિયાદ આધારે આજે સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના પાલીસ ઈન્સપેક્ટર વી.એન.ચૌધરી અને ગાંધીનગર એકમના સુપરવિઝન અધિકારી એ.કે.પરમારે સરપંચની ચેમ્બરમાં જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ફરિયાદી પાસેથી સરપંચે પૈસાની માગણી કરીને લાંચની રકમ જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પટેલ રાકેશ ચંદુભાઈને આપવાનું કહ્યું હતું. એસીબીની હાજરીમાં રાકેશે લાંચની રકમ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. એસીબીએ સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટરને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!